રામનવમીને લઈ તૈયારીઓ શરૂ: હિંમતનગરમાં જલારામ મંદિરે રામનવમીએ બપોરે મહાઆરતી યોજાશે, ભક્તોને મહાઆરતીમાં ભાગ લેવા સોશિયલ મીડિયા વડે આમંત્રણ આપ્યું - At This Time

રામનવમીને લઈ તૈયારીઓ શરૂ: હિંમતનગરમાં જલારામ મંદિરે રામનવમીએ બપોરે મહાઆરતી યોજાશે, ભક્તોને મહાઆરતીમાં ભાગ લેવા સોશિયલ મીડિયા વડે આમંત્રણ આપ્યું


9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે જેને લઈને હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં મંદિરોમાં રામનવમી વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. ત્યારે હિંમતનગરમાં જલારામ મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા બાદ દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે 6 દિવસ બાદ 9 એપ્રિલ ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે. જેને લઈને ખેડબ્રહ્મા અંબિકા મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે. જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ હિંમતનગર સહિત જિલ્લાભરના રામ મંદિર સહિતના મંદિરોમાં રામનવમીની ભવ્ય ઉજવણી થવાને લઈને તૈયારીઓ થઈ રહી છે. ત્યારે હિંમતનગરના ડેમાઈ રોડ પર આવેલ જલારામ મંદિરમાં 17 એપ્રિલને રામ નવમીને બુધવારે બપોરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા મહા આરતીમાં જોડાવવા માટે ભક્તોને સોશિયલ મીડિયા વડે આમંત્રણ આપવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.