ધંધુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે શેરડી ઉત્સવ ઉજવાયો - At This Time

ધંધુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે શેરડી ઉત્સવ ઉજવાયો


ધંધુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે શેરડી ઉત્સવ ઉજવાયો

અમદાવાદ જીલ્લા ના ધંધુકાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ધંધુકા ખાતે શેરડી ઉત્સવનું આયોજન કરાયું હતું.શાળાના 1000 ઉપરાંત બાળકો તેમજ સમગ્ર સ્ટાફને આ ઉત્સવમાં જોડાયો હતો. શેરડી ઉત્સવ માટે શેરડી જ્ઞાનજીવનદાસ સ્વામી કુંડળધામ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ધંધુકા ગુરુકુળના તમામ બાળકો માટે મોકલવામાં આવે છે મોકલવામાં આવી હતી. આ પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ મંદિરના દેવ સ્વરૂપ સ્વામી એ બાળકોને શેરડી કાપીને આપી હતી .સાથે સાથે સહદેવ ભગત અને સમગ્ર શાળા પરિવારે બાળકોને શેરડી ખવડાવી હતી. તેમજ પ્રસાદ તરીકે ઘરે પણ વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે શિયાળામાં મકરસંક્રાંતિ ના સર્વે શેરડીનું ખૂબ મહાત્મય હોય છે. પૂજ્ય બાપુ સ્વામી એ તમામ વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.આ પ્રસંગે નિયામક ડૉ.રઘુવીરસિંહ,આચાર્ય નરેન્દ્રસિંહ તથા રામદેવસિંહે પણ વિદ્યાર્થીઓને શેરડીના ગુણ કહ્યા હતા.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.