કેશોદ તાલુકાના બામણાસા ગામેથી દારૂ ઝડપાયો
કેશોદમાં પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ
પોલીસ દ્વારા આચાર સંહિતાના દિવસોમાં સઘન વાહન ચેકીંગ હાથ ધર્યું છતાં દારૂ હેરાફેરી થઈ
કેશોદ પોલીસે બામણાસા ગામેથી મતદાનની છેલ્લી રાત્રે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતા લાગુ થતાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યુ હોય જે દરમિયાન દારૂની હેરાફેરી સામે આવી ન હતી તેમ છતાં બામણાસા ગામેથી વિદેશી દારૂ ઝડપાયો હોવાની બાબત પોલીસની નિષ્ક્રિયતા જોવા મળેછે
બામણાસા ગામે પાદરમાં આવેલ ખાનગી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં કારખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોય ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા માહિતી વાળી જગ્યાએ પહોંચી તપાસ હાથ ધરવામાં આવતાં આદર્શ મીનરલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં કારખાનામાં ગોડાઉનમાં થી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ૬૦ નંગ જુદી જુદી બ્રાન્ડની વગર પાસ પરમીટ વગર રૂપિયા છ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારે તપાસ દરમ્યાન સરમણભાઈ માલદેભાઈ કરંગીયા રહેવાસી બામણાસાનું નામ જાહેર થતાં તેઓની વિરુદ્ધ ગુનો નોંધી અટકાયતી પગલાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેશોદ ધારાસભાની ચુંટણી સંવેદનશીલ બની ગયેલછે ત્યારે કેશોદ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવતાં આવારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયોછે સાથે પોલીસની નિષ્ક્રિયતા પણ ચર્ચાનો વિષય બન્યો છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.