બાબરા – લાઠી તાલુકામાં પવનચકકીના નામે કોન્ટ્રાકટર દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી સામે પૂર્વ ધારાસભ્ય ઠુંમર ની મુખ્ય મંત્રી સમક્ષ રજૂઆત. મહામાહિમ ના પ્રાકૃતિક કૃષિ અભિયાન લક્ષી કેમ સાધી શકાય ? અનેક રાષ્ટ્રીય પક્ષી મોર મોતને ઘાટ ઉતર્યા છે

બાબરા – લાઠી તાલુકામાં પવનચકકીના નામે કોન્ટ્રાકટર દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી સામે પૂર્વ ધારાસભ્ય ઠુંમર ની મુખ્ય મંત્રી સમક્ષ રજૂઆત. મહામાહિમ ના પ્રાકૃતિક કૃષિ અભિયાન લક્ષી કેમ સાધી શકાય ? અનેક રાષ્ટ્રીય પક્ષી મોર મોતને ઘાટ ઉતર્યા છે


બાબરા - લાઠી તાલુકામાં પવનચકકીના નામે કોન્ટ્રાકટર દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી સામે પૂર્વ ધારાસભ્ય ઠુંમર ની મુખ્ય મંત્રી સમક્ષ રજૂઆત.
મહામાહિમ ના પ્રાકૃતિક કૃષિ અભિયાન લક્ષ કેમ સાધી શકાય ?
અનેક રાષ્ટ્રીય પક્ષી મોર મોતને ઘાટ ઉતર્યા છે

લાઠી બાબરા તાલુકામાં પવનચકકીના નામે કોન્ટ્રાકટર દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવે છે ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે. ઉભા પાકને નુકશાન કરવામાં આવે છે ખેડુતોના ખેતરનાં પાળા તોડી નાખવામાં આવે છે ગૌચરમાં પણ આડેધડ તંત્રની મીલીભગતથી પવનચકકી ઉભી કરવામાં આવે છે આ બાબતે પૂર્વ ધારાસભ્ય તરીકે જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિમાં અનેક રજુઆતો કરી ચુક્યો છું તેમ છતાં પરીણામ શુન્ય છે વિરજીભાઈ ઠુંમર
આ પવનચકકીના કારણે અનેક રાષ્ટ્રીય પક્ષી મોર મોતને ઘાટ ઉતર્યા છે.
ફોરેસ્ટ વિભાગ પવનચકકીના માલીકો સાથે સમજુતી કરી કોઇ જાતની ફરીયાદ કરતા નથી ટૂંકમાં તંત્રના તમામ વિભાગોની મીલીભગતનાં કારણે આ વિસ્તારના ખેડૂતો તેમજ રહીશો અનેક મુશ્કેલી ભોગવી રહ્યા છે. લાઠીના હરસુરપુર દેવળીયા ગામે પવનચકકીનાં કોન્ટ્રાકટર દ્વારા દાદાગીરી કરીને ખેડુતોની માલિકી માં ગેરકાયદે પ્રવેશી બળજબરી થી તેમના ખેતરમાં જઈ જુના વૃક્ષ તેમજ ખેડુતોની વાડ તોડીને નુકશાન કરેલ છે.ખેતરમાં કામ કરતા મજુરો દ્વારા પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવા છતા કોઇ પગલા લેવાતા નથી ઉદ્યોગો આવવા જોઇએ પણ મહામુલી ખેતીના ભોગે તેમજ આ વિસ્તારના રહીશોને હેરાન પરેશાન કરીને પોતાની વ્યક્તિગત કમાણી માટે દાદાગીરી કરીને જાહેર રસ્તાઓ, નદી, ચેકડેમ તેમજ સરકારી મિલકત અને ખેડુતોની કિંમતી જમીનને નુકશાન કરીને આ પ્રકારના ઉદ્યોગો લાવવાના નામે અનેક પરેશાની આ વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે. હાલ આ વિસ્તારમાં પવનચકકીની જાળુ થઈ ગઈ ગયુ છે અનેક પવનચકકી ઉભી થવાને કારણે ખેડુતોના ખેતીના ઉભા પાક ને તેમજ એનવાઇમેન્ટ ને ન કલ્પી શકાય તેવું નુકશાન થઈ રહ્યુ છે. મારી રાજયના મુખ્યમંત્રી તરીકે આપને તેમજ સરકારને દર્દભરી વિનંતી સાથે અપીલ છે કે પવનચકકીનો નામે રસ્તાઓ દબાવી રહ્યા છે વિજપોલ ઉભા કરી દીધા છે.સ્થાનીક અધિકારી કર્મચારી સત્ય રીતે ચાલવા જાય નિયમ પ્રમાણે કાર્યવાહી કરે તો તેમને પણ પરેશાની ભોગવી પડે છે તો રાજ્ય સરકારની કોઇ ટીમ બનાવીને પવનચકકીના કારણે વિસ્તારને થતી નુકશાની તેમજ રાજયને આ પવનચકકીના કારણે શું ફાયદો થાય છે તેનો શ્વેત પત્ર બહાર પાડી ખરેખર નુકશાન થતુ હોય તો તાત્કાલીક અસરથી આ પવનચકકીની કાર્યવાહી અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરી યોગ્ય નિર્ણય થાય અને પ્રાકૃતિક ખેતી માટે સરકારની યોજના અને મહામાહીમ ગવર્નર જે કાર્યક્રમો કરે છે તેનો લક્ષ સાધી શકાય તે અંગે સુખદ અને યોગ્ય કાર્યવાહી કરવા માટે પત્રથી લાઠી બાબરાના પૂર્વ રાસભ્ય વિરજીભાઇ ઠુંમરે રજુઆત કરી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »