પોશીનાના દેમતી ખાતે “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો* - At This Time

પોશીનાના દેમતી ખાતે “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો*


સેવા સેતુ

*પોશીનાના દેમતી ખાતે “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો*
*******
સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર દેમતી ગામની નવાઘરા પ્રાથમિક શાળામાં ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ નાગરિકોની રજૂઆતોનો ઉકેલ ઝડપથી આવે તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં "સેવા સેતુ કાર્યક્રમ"નું આયોજન કરવામાં આવ્યું છે. ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ આપવા “સરકાર તમારા દ્વારે' ના આશયથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આદિજાતિ વિસ્તારના દેમતી સહિત આજુબાજુના ગામના નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ, રાશન કાર્ડ,આવકનો દાખલો, જાતિનો દાખલો સહિતની ૫૫ જેટલી સેવાઓનો લાભ અપાય છે.
આ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, મામલતદારશ્રી, વિવિધ વિભાગના કર્મચારીશ્રીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.