ધોળા જં.ખાતે AAP દ્વારા સસ્તી વીજળી મુદ્દે મશાલ રેલી યોજવામાં આવી - At This Time

ધોળા જં.ખાતે AAP દ્વારા સસ્તી વીજળી મુદ્દે મશાલ રેલી યોજવામાં આવી


*ધોળા જં.ખાતે AAP દ્વારા સસ્તી વીજળી મુદ્દે મશાલ રેલી યોજવામાં આવી*

ઉમરાળાના ધોળા જંકશન ખાતે આમ આદમી પાર્ટી ગઢડા વિધાનસભાના ધોળા ખાતે વિજળી સસ્તી કરોની માંગ સાથે ભવ્ય મશાલ રેલીનુ આયોજન કરવામાં આવ્યું જેમાં ધોળા રેલવે સ્ટેશન થી મેઈન બજાર સહિતમાં પદયાત્રા કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા અને વેપારીઓ સાથે સસ્તી વીજળી બાબતે લોકોની સાથે વાતચીત કરવામાં આવી આ કાર્યકમ દરમિયાન ઉમરાળા પોલીસ દ્રારા AAP આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી

આ કાર્યક્રમનુ આયોજન ભાવનગર લોકસભા પ્રભારી ઉમેશભાઇ મકવાણા,ભાવનગર જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડીયા તથા બોટાદ જિલ્લા પ્રમુખ પરષોત્તમભાઇ રાઠોડ તથા ગઢડા વિધાનસભાના સંગઠન મંત્રી સંજયસિંહ ચુડાસમા,સંગઠન મંત્રી અશ્વિનભાઈ માંગુકિયા તથા પી.કે.મકવાણા, રમેશભાઈ દેવમોરારી સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ

રીપોર્ટ નિલેશ ઢીલા ઉમરાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon