એટા ગામે રામદેવપીરના મંદિરે દર સુદ બીજે શ્રધ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટે છે દર્શનાર્થે.
વાવના એટા ગામે આવેલ રામદેવપીરના મંદિરે દર મહિનાની સુદ બીજે ભાવિભક્તોનું મહેરામણ ઉમટે છે.
વાવ તાલુકાનું એટા ગામે રામદેવજીપીરના મંદિરે દર મહિનાની અજવાળી બીજના દિવસે આજુબાજુના ગામોના લોકો બારબીજના ધણી રામદેવજી પીરના દર્શન કરવા આવે છે, માનવમહેરામણ જોતાં મંદિરે દર મહિના ની બીજના દિવસે જાણે અહીં મેળો જામતો હોય એવું લાગે છે,એટા ગામે આવેલ આ રામદેવજીપીરનું મંદિર ભવિભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બની ગયું છે,દર મહિનાની સુદ બીજે દર્શનાર્થે આવતા લોકો માટે દાતાઓ દ્વારા ભોજનપ્રસાદ પણ આપવામાં આવે છે,રામદેવપીરના મંદિરે અવિરતપણે સેવા કરતા એટા ગામના પુર્વ સરપંચ બાબુભાઇ ઠાકોરએ જણાવ્યું હતું કે આજે મહા સુદ બીજના ભોજનપ્રસાદના દાતા સુઈગામ તાલુકના ખડોલ ગામના સરપંચ હિરજીભાઈ બાવાભાઈ ચૌધરી દ્વારા દર્શનાર્થે આવતા લોકોને ભોજનપ્રસાદ આપવામાં આવ્યો હતો.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
