સહાયક માહિતી નિયામકની આગેવાનીમાં બોટાદ જિલ્લા માહિતી કચેરીના પ્રાંગણમાં કચેરીના તમામ કર્મયોગીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી - At This Time

સહાયક માહિતી નિયામકની આગેવાનીમાં બોટાદ જિલ્લા માહિતી કચેરીના પ્રાંગણમાં કચેરીના તમામ કર્મયોગીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી


(અસરફ જાંગડ દ્વારા)
દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજ્યના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી,તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા. ૦૭ થી તા.૧૫ દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બોટાદ જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક સપનાબેન આર.ભટ્ટીની આગેવાની કચેરીના તમામ કર્મયોગીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.