વિરપુર તાલુકામાં ઉનાળાની તૈયારી માટે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક... - At This Time

વિરપુર તાલુકામાં ઉનાળાની તૈયારી માટે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક…


ધારાસભ્ય દ્રારા અધિકારીઓને પાણી, વીજળી અને માર્ગ બાબતે તાકીદની સૂચનાઓ...

મહિસાગર જીલ્લાના વિરપુર મામલતદાર કચેરી ખાતે બાલાસિનોર પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં વિરપુર તાલુકાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્ય માનસિંહ ચૌહાણની વિશિષ્ટ હાજરી રહી હતી, તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પીએસઆઈ, માર્ગ અને મકાન વિભાગના નાકાઈશ્રી તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં તાલુકાને અસર કરતી વિવિધ મહત્વની સમસ્યાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને ઉનાળાની ઋતુને ધ્યાને લઈ પીવાના પાણી, વીજ પુરવઠો અને માર્ગ વ્યવસ્થાની તૈયારી વિશે ચર્ચા કરવામાં આવી હતી.ધારાસભ્યએ અધિકારીઓને સૂચન કર્યું કે ઉનાળામાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ નહીં એ માટે તમામ જરૂરી પૂર્વ તૈયારી સમયસર કરવામાં આવે. હાલની પાણી પુરવઠાની યોજનાઓ, બોરવેલ અને ટાંકી જેવી પાયાની સેવાઓની સમીક્ષા કરીને તાત્કાલિક કામગીરી શરૂ કરવા માટે પણ જણાવ્યું.વીજ પુરવઠા માટે પણ ખાસ ધ્યાન દોરાતું દર્શાવ્યું, જેમાં તેઓએ જણાવ્યું કે સતત વીજળી આપવી એ ગરમીના સમયમાં સૌથી અગત્યનું છે. તેઓએ વીજ વિભાગને ટેક્નિકલ ફોલ્ટ, લાઈન ડીસ્ટર્બન્સ જેવી સમસ્યાઓ પર પહેલાથી જ કામગીરી શરૂ કરવાની તાકીદ કરી.તેઓએ તાલુકાના રસ્તાઓની હાલત અંગે પણ ફરિયાદો દર્શાવતાં કહ્યું કે કેટલીક જગ્યાએ રસ્તાઓ ખરાબ સ્થિતિમાં છે અથવા અધૂરી કામગીરી રહી ગઈ છે. આ બાબતે કાર્યક્ષમતા વધારી તાત્કાલિક રીતે માર્ગ મરામત અને બાંધકામના કામો પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી.અંતે, ધારાસભ્યએ આગામી ચોમાસાની ઋતુ પૂર્વે તમામ જરૂરી પ્રી-મોન્સુન કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું. નિકાલની વ્યવસ્થા, પાણી ભરાવાની સમસ્યાઓ અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખી તંત્રએ તૈયાર રહેવું જરૂરી છે તેવો પણ તેઓએ સલાહ આપી.આ બેઠક દ્વારા નક્કર નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનો લાભ વિરપુર તાલુકાના નાગરિકોને ઉનાળાની ઋતુમાં મળશે, તેમજ વિસ્તારોના સર્વાંગી વિકાસમાં પણ સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image