વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે આંગણવાડી કેન્દ્ર 2 મા સ્વસ્થ બાળક સ્પર્ધાનુ આયોજન.

વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે આંગણવાડી કેન્દ્ર 2 મા સ્વસ્થ બાળક સ્પર્ધાનુ આયોજન.


વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે આંગણવાડી કેન્દ્ર 2 મા સ્વસ્થ બાળક સ્પર્ધાનુ આયોજન.
વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે તારીખ 14/3/23 ને મંગળવારના દિવસે બાળતુલા કાર્યક્રમ સાથે સ્વસ્થ બાળક સ્પર્ધાનુ આયોજન આંગણવાડી પ્રેમપરા કેન્દ્ર નમ્બર 2 ઉપર કરવામાં આવી હતી. આઈ. સી. ડી. એસ. વિભાગ વિસાવદર cdpo પ્રવીણાબેન ખીમસુરીયા તેમજ સુપરવાઈઝર લીલાબેન વાઢેરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તમામ બાળકો અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે પ્રેમપરા પ્રા. શા. ના આચાર્ય લાખાણી સાહેબના હસ્તે સ્પર્ધામા એક થી ત્રણ નમ્બર પ્રાપ્ત કરનાર બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ તમામ કાર્યક્રમનુ સંચાલન આંગણવાડી વર્કર મીનાબેન રાઠોડ દ્વરા કરવામાં આવ્યું હતું.
આંગણવાડી કાર્યક્રમની થીમ મુજબ બાળકોને વાહનની ઓળખ તેમજ તેના વિશે માહિતી આપવામાં આવી હતી.
પ્રેમપરા ગામના આગેવાનો તેમજ બાળકોના વાલીઓ દ્વરા પૂરો સાથ સહકાર આપવામાં આવ્યો હતો. તથા બાળકો નિયમિત આંગણવાડી કેન્દ્રમાં આવે અને સરકાર તરફથી મળતા તમામ લાભ લે તેમ જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »