કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને વિંછીયાના હાથસણી પ્રાથમિક શાળામાં વાર્ષિકોઉત્સવ યોજાયો - At This Time

કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને વિંછીયાના હાથસણી પ્રાથમિક શાળામાં વાર્ષિકોઉત્સવ યોજાયો


કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને વિંછીયાના હાથસણી પ્રાથમિક શાળામાં વાર્ષિકોઉત્સવ યોજાયો

વિંછીયા તાલુકાના હાથસણી ગામની ચારેય પ્રાથમિક સરકારી શાળાઓ દ્વારા યોજાયેલ ભવ્ય અને દિવ્ય સમારોહમાં આશરે ૫૦૦૦ કરતા વધુ લોકો ઉમટી પડી ગરવી ગુજરાત અને પાંચાળ સંસ્કૃતિની ઝાંખીના દર્શન કરાવ્યા હતા. સમારોહના અઘ્યક્ષ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને અન્ય મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત - બોના ડાન્સ - ફની ડાન્સ - ક્રેજી ફની ડાન્સ - માઈમ - સોલો ડાન્સ - તલવાર રાસ - - મેશપ ડાન્સ - પ્રાચીન ગરબા - બાંબુ ડાન્સ - જંગલ ડાન્સ - નાટક જેવી ૨૩ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ અને હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમમાં હાથસણી પ્રાથમિક શાળામાં માલધારી સમાજના બાળ વિદ્યાર્થી ખીંટ મીત ગભાભાઇ(ધો.૪) એ પાંચાળ સંસ્કૃતિ અને અસ્મિતાની ઓળખને ઉજાગર કરતી કૃતિ રજૂ કરતા કાર્યક્રમમાં હાજર પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ વધાવ્યો હતો.

(ધર્મેશ કલ્યાણી દ્વારા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.