રાજકોટમાં થર્ડ જેન્ડર મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર છતાં 8 બેઠકો પર 34માંથી માત્ર 8 મત પડયા
રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા થર્ડ જેન્ડરરોને સમાજમાં મોભાનું સ્થાન મળે અને તેઓ પણ લોકશાહીના પર્વતસમા મતદાનમાં સહભાગી થઈ શકે એ માટે ખાસ ઓળખપત્ર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોકોમાં મતદાન અંગેની જાગૃતિ કેળવાય તે માટે થર્ડ જેન્ડરોનું મતદાન જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચયન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં કુલ 34 થર્ડ જેન્ડરો નોંધાયા છે. એક તરફ તેમના જ સમુદાયના બ્રાન્ડ એમ્બેસેડર લોકોને મતદાન જાગૃતિનો સંદેશ આપતા હતા બીજી તરફ થર્ડ જેન્ડરોમાં મતદાન પ્રત્યેની ઉદાસીનતા જોવા મળી હતી. જ્યાં ગુરુવારે 34 પૈકી માત્ર 8 મતદારોએ જ મતદાન કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.