ધંધુકામાં જન્માષ્ટમીના લોકમેળાની જગ્યા બદલવા ધંધુકા તાલુકા વિકાસ મંચની ઉગ્ર માગણી.
ધંધુકામાં જન્માષ્ટમીના લોકમેળાની જગ્યા બદલવા ધંધુકા તાલુકા વિકાસ મંચની ઉગ્ર માગણી.
નીચાણ વાળી અને ગંદકીથી ખતબત્તી જગ્યા ફેરવી માર્કેટિંગ યાર્ડમાં લોકમેળો યોજવા વહીવટી તંત્ર ઉગ્ર રજૂઆત કરી અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં યોજાતા જન્માષ્ટમી સાતમ આઠમ અગિયારસના લોકમેળાની સાંકડી નીચાણ વાળી અને ગંદકીથી ખદબત્તી જગ્યા બદલીને માર્કેટિંગ યાર્ડના વિશાળ કેમ્પમાં લોકમેળો ભરવા ધંધુકા તાલુકા વિકાસ મંચના માનદ મંત્રી નવીનભાઈ ઠક્કર દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હોવાના અહેવાલો મળ્યા છે.
ધંધુકા તાલુકા વિકાસ મંચના માનદ મંત્રી નવીનભાઈ ઠક્કર દ્વારા ધંધુકા શહેરમાં યોજાતા લોકમેળાને જગ્યા બદલવા રાજ્ય સરકારના મંત્રી તથા અમદાવાદ જિલ્લા કલેકટર ધંધુકા ધારાસભ્ય રાજેશ ગોહિલ તથા ધંધુકા મામલતદાર અને પ્રાંત ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં એવા મતલબની રજૂઆત કરાઈ હતી કે અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેર વર્ષોથી જન્માષ્ટ મીનો લોકમેળો જયા યોજાય છે જે જગ્યા વર્ષો પહેલા ધંધુકા શહેર અને તાલુકાની વસ્તી અને વ્યાપના પ્રમાણમાં યોગ્ય હશે પણ અનેક વર્ષો પછી જયારે ધંધુકા શહેર અને તાલુકાની મોટી વસ્તી અને વ્યાપ વધવા છતા જન્માષ્ટમી મેળાની જગ્યા ઘણી ઘણી મોટી હોવી જોઈએ તેને બદલે અતી નાની થઈ છે . અતી નાની સાંકડી જગા અને જયા લાંબા દિવસો સુધી પશુ , પ્રાણીઓનાં મળ મુત્ર , માણસોનાં મળ મુત્ર , પારાવાર ગંદકીને દુર્ગંધ સાથે પારાવાર કચરાના ઢગ આ વર્ષે મેળાની મંજુરી અને આયોજન થાય તો મેળાની જગ્યા બદલવાની ખાસ જરૂર છે . અતી સાંકડી જગ્યા કચરો તો હટાવાશે પણ લાંબા દિવસો સુધી જમા રહેલ ગંદકીની સ્મેલ અને બેકટેરીયા વાઈરસ દુર થઈ શકે ? અતી સાંકડી , નીચાણવાળી જગ્યામાં વરસાદ થી થતા કીચડનો સામનો કરી મેળો માણવાની સૌને ફરજ પડે છે . અનેક વર્ષોની ધંધુકા તાલુકાની ઓછી વસ્તી વ્યાપનું અને તે પણ અગમ્ય કારણસર સાંકડી થયેલ . આ જગ્યા બદલવા રાજકીય મહાનુભાવો અને જવાબદાર તંત્ર આ બાબતે કાંઈ જ વિચારે નહીં જે દુ:ખ આશ્ચર્ય છે . સાંકડી જગ્યા અને પારાવાર જમા રહેતી ગંદકીવાળી જગ્યામાં ધંધુકા તાલુકાનો હજજરો માનવ મહેરામણ ઉમટી પડે છે . ત્યારે મોટા માનવ મહેરામણનાં ત્રણ ચાર પાંચ દિવસનાં જમાવડાથી લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે . એટલુ જ નહીં . જાહેર આરોગ્ય જોખમાય છે અને આરોગ્ય જ નહીં ... સુરક્ષા પણ જોખમાય છે અન્ય શહેરોમાં અનેક સેન્ટરમાં જન્માષ્ટમીના લોકમેળા યોજાય છે મેળામાં લોકોને કોઈ તકલીફ ન પડે લોકોની સુવિધા , સુખાકારી અને મનોરંજન સાથે આરોગ્ય , સુરક્ષા અનેક રીતે જાગૃતી અને ઉત્સાહ જતાવી તંત્ર કાર્યવાહી કરે છે . જયારે ધંધુકા તાલુકા માટે રાજકીય મહાનુભાવો અને તંત્ર ઉદાસીન રહે છે અન્ય સેન્ટરમાં જન્માષ્ટ મીના લોકમેળા ભાતીગળ બની રહે જે માટે સજજ રહે છે . ધંધુકા શહેરમાં કોઈ જ ફરવા હરવા મનોરંજનનું કોઈ સ્થળ નથી ધંધુકામાં પુનિત બાગની સ્થીતી જુઓ કોઈ મરામત નથી બાગમાં ઢીંચણ સમાણા જંગલી ખડ ઘાસ ઉગી રહેલા છે . નાના બાળકો ભુલકાઓ માટે જન્માષ્ટમીનો તહેવાર મેળો માણવાનો ઉત્તમ અવસર છે અમુક સુખી સાધન જ સંપન્ન લોકો રાજકીય મહાનુભાવો ભવ્ય હોટલો , ગાર્ડન રેસ્ટોરા કે ક્લબમાં કે કોઈનાં આમંત્રીત બની મનોરંજન આનંદ કરી શકે પણ ગરીબ સામાન્ય , અને મજૂર વર્ગ ને મનોરંજન માણવાનું પર્વ એટલે જન્માષ્ટમીનો મેળો જયાં મેળામાં આનંદ મનોરંજન કરવા અને દાદાજી પાસેથી મેળામાંથી રમકડું લેવાની આશાએ ભુલકાઓ જન્માષ્ટમી મેળાની રાહમાં દિવસો ગણતા હોય છે . રાજકીય મહાનુભાવો અને તંત્ર ભુલકાઓની વાત કેમ ભુલે છો ? કહેવાતી ઉત્સવ પ્રેમી સરકાર અને તંત્ર આ અતિ પ્રામાણિક સત્ય અને આરોગ્ય સાથે સુરક્ષા સાથે જોડાયેલી રજુઆતને ગંભીર પુર્વક લક્ષમાં લેવા ધંધુકા તલુકા વિકાસ મંચના
માનદ મંત્રી નવીનભાઈ ઠકકરે કલેકટરશ્રી , રમત ગમત સાંસ્કૃતીક વિભાગ મંત્રીશ્રી , તથા લાગતા વળગતાને ધારદાર રજુઆત કરી છે વધુમાં નવીનભાઈ ઠકકરે જણાવ્યુ છે કે મેળાની અતિ સાંકડી ગંદકીવાળી જગ્યા બદલવાનું ખુબ આસાન અને સરળ છે . શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીનુ કોટન માર્કેટયાર્ડ વિશાળ ગ્રાઉન્ડ છે બજાર સમીતીમાં જન્માષ્ટમી મેળાનાં ઘણા મહીના અગાઉ અને મેળાનાં પાછળનાં ઘણા મહીના દરમ્યાન બીલકુલ માલ જણસ હરાજીમાં વેચાણ અંગે આવતો જ નથી જેથી બજાર સમિતિને કોઈ જ તકલીફ નથી . આ બજાર સમિતી કોટન યાર્ડમાં માનીનય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના ગરીબ મેળા થયેલા છે . કલેકટરશ્રી રમત ગમત સાંસ્કૃતીક વિભાગ મંત્રીશ્રી તથા લાગતા વળગતાને ધારદાર રજુઆત કરી છે વધુમાં નવીનભાઈ ઠકકરે જણાવ્યુ છે કે મેળાની અતી સાંકડી ગંદકીવાળી જગ્યા બદલવાનું ખુબ આશાન અને સરળ છે . શ્રી ખેતીવાડી ઉત્પનન બજાર સમિતિનું કોટન માર્કેટ યાર્ડ વિશાળ ગ્રાઉન્ડ છે બજાર સમિતિમાં જન્માષ્ટમી મેળાનાં ઘણા મહીના અગાઉ અને મેળાનાં પાછળનાં ઘણા મહીના દરમ્યાન બીલકલ માલ જણસ હરાજીમાં વેચાણ અંગે આવતો જ નથી જેથી બજાર સમીતીને કોઈ જ તકલીફ નથી . આ બજાર સમીતી કોટન યાર્ડમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ ના ગરીબ મેળા પણ થયેલા છે . આ બજાર સમીતી ગ્રાઉન્ડમાં કયારેક લગ્ન સમારોહ તથા અન્ય સંમેલન મેળાવડાઓ પણ થયા છે . આ છતાં બજાર સમિતીના ગ્રાઉન્ડ સિવાય પણ અન્યત્ર પણ લોકમેળા માટેની જગ્યા સુવિધા યુકત આરોગ્ય પ્રદ અને સુરક્ષા ભરી હોય જે બાબત યોગ્ય કરવાની તાતી જરૂર છે . તેવા ઉગ્ર માંગણી સાથેની રજૂઆત ધંધુકા તાલુકા વિકાસ મંચના માનદ મંત્રી નવીનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.