હિંમતનગર તાલુકાના ઇલોલ ગ્રામજનોમાં ભયનો માહોલ. - At This Time

હિંમતનગર તાલુકાના ઇલોલ ગ્રામજનોમાં ભયનો માહોલ.


હિંમતનગર તાલુકાના ઇલોલ
ગ્રામજનોમાં ભયનો માહોલ.

ઇલોલમાં વીસ દિવસમાં હિંસક પ્રાણીએ 9 પશુઓ મારી નાખ્યા.

ઇલોલમાં હિંસક પ્રાણીએ પશુઓનું મારણ કરતાં ગ્રામજનો માં ભયનો માહોલ.

સરપંચ દ્વારા હિંસક પ્રાણીને પાંજરે પૂરવા વન વિભાગને રજૂઆત.

હિંમતનગરના ઇલોલમાં છેલ્લા 20 દિવસમાં હિંસક પ્રાણીના હુમલાથી 9 પશુઓનું મારણ કરાતાં. સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે.

આ મામલે ગામના સરપંચ દ્વારા હિંસક પ્રાણીને પાંજરે
પૂરવા વન વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે.

પંચાયત દ્વારા મળતી માહિતી અનુસાર ઈલોલમાં છેલ્લા બે દિવસથી રાત્રિ દરમિયાન વન્ય પ્રાણી દ્વારા વાડામાં રાખેલ બકરાંઓનું મારણ કરાયું છે. 23 ઓકટોબરની રાત્રે જાફરઅલી વાઘના મકાન આગળ બાંધેલા બકરાંને વન્યપ્રાણીએ હુમલો કરી મારણ કર્યું હતું.
અને ત્યારબાદ 13 નવેમ્બરની રાત્રે અશરફભાઈ વલીભાઈ દાંત્રોલિયાના ત્રણ બકરાંઓનું આ જ રીતે મારણ કરાયું હતું.
અને તેના એક દિવસ બાદ ફરી અનવરઅલી વાઘના ફાર્મ પર બાંધેલી ચાર બકરીઓનું મરણ કરેલી હાલતમાં જોવા મળતાં. સમગ્ર ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ બાબતને લઈ ગ્રામજનો એકઠા થયા હતા. અને સરપંચને રજૂઆત કરી જણાવ્યું હતું. કે છેલ્લા 20 દિવસમાં 9 બકરાંઓનું જંગલી જાનવર દ્વારા મારણ કરાયું છે. તમામ કિસ્સામાં મહત્વની બાબત એ છે કે. આ જાનવર બકરીઓને ફાડી ખાવાનું કે કોઈ પ્રકારની ગંભીર ઇજાઓ નથી પહોંચાડી રહ્યું પરંતુ ફક્ત ગરદનના ભાગે ઇજા પહોંચાડી. લોહી ચૂસી લઈ તેનું મારણ કરે છે. જે દીપડા જેવા વન્ય પ્રાણી તરફ ઈશારો કરી રહ્યું છે. ગંભીર સમસ્યાને લઈ સરપંચ
દ્વારા નાયબ વન સંરક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી. વન્ય પ્રાણીને પાંજરે પૂરવા માંગ કરી છે. ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
એડિટર ઝાકીર હુસેન મેમણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.