મુળી ખાતે ઈ- એફ.આઈ.આર ની માર્ગદર્શન માટે ડી.વાય.એસ.પી દ્વારા બેઠક યોજાઇ
*મુળી ખાતે ઈ-એફ,આઈ,આર ની માર્ગદર્શન માટે ડી.વાય.એસ.પી.ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ*
આજે મુળી તાલુકા પોલીસ દ્વારા તેજેન્દ્રપ્રસાદ સ્કુલ ખાતે ગુજરાત સરકાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે તેમાં ઈ- એફ.આઈ.આર નાં માર્ગદર્શન સાથે જાગૃતિ લાવવા માટે એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી.વાય.એસ.પી દોશી સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ભાજપ કોંગ્રેસ નાં હોદેદારો અને જીલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો અને સરપંચ શ્રીઓ સહિત હાજર રહ્યા હતા દોશી સાહેબ નું સ્વાગત પ્રાર્થના દ્વારા શાળા ની બાળાઓએ કર્યું હતું અને પુષ્પગુચ્છ થી સમગ્ર મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રેકટીકલ માર્ગદર્શન માટે ફિલ્મ દ્વારા માહિતી આપી હતી જેમાં મુખ્ય વાહન મોબાઇલ ચોરી માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી આ એપ દ્વારા આપ ફરીયાદ દાખલ કરી શકો છો તેમ જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાઈસ્કૂલ નાં શિક્ષક ગણ દ્વારા અને મુળી પોલીસ મથકના પી.એસ.આઈ વરૂ સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.