મુળી તાલુકા સ્વાગત કાર્યક્રમ માં અરજી નિકાલ માટે અધિકારીઓ ના મનઘડત જવાબોઓનલાઈન રજુ નો ખેલ
*મુળી તાલુકા સ્વાગત કાર્યક્રમ માં અધિકારીઓ ની મનમાની અરજદાર ની જાણ બહાર જવાબો રજુ કરી અરજી નિકાલ નો ખેલ*
*છેલ્લા સાત માસથી રજુઆત કર્તા સરલા ના અરજદાર નો મનઘડત જવાબ રજુ કરવામાં આવેલ નો ખુલાસો*
મુળી તાલુકા સ્વાગત કાર્યક્રમ ગત ૨૪-૭-૨૪ ના યોજાયો હતો જેમાં સરલા મુળી ના અરજદાર ગોરધનભાઈ પ્રજાપતિ નો પાઈપલાઈન લીકેજ ના કારણે મકાન નુકસાન બાબતે રજુઆત કરી હતી તેઓને રૂબરૂ મુળી ખાતે હાજર રહેવા નોટીસ આપવામાં આવેલ હોય અમો હાજર પણ રહેલા તેમા સક્ષમ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે આપના પ્રશ્ને મુળી સર્કલ ઓફિસર સ્થળ તપાસ માટે કાલે સરલા મુકામે આવશે પરંતુ કોઈ અધિકારી સ્થળ તપાસ માટે ન આવતા અમોએ ઓનલાઇન વિગતો જોતા જાણવા મળેલ કે આ પ્રશ્ને જવાબ ૨૪-૭-૨૪ ના દિવસ ના જ અધિકારીઓ દ્વારા મનઘડત જવાબ ફાઈલ કરી આ નુકસાન પાઈપલાઈન થકી નહીં પરંતુ શોષકુવા થકી થયેલ નો જવાબ રજુ અમારી જાણ બહાર ફાઈલ કરવામાં આવેલ અને અરજી નો નિકાલ કરવામાં આવેલ છે તે ઓનલાઇન તપાસ કરતા અમોને જાણવા મળેલ છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે તાલુકા સ્વાગત કાર્યક્રમ માં ફકત ને ફકત અરજી નિકાલ માટે અધિકારી ઓ મનઘડત જવાબ રજુ કરવામાં આવે છે અને આ એક સુવ્યવસ્થિત રીતે આયોજન પુર્વક કામગીરી કરી રહ્યા છે તે ઓનલાઇન જવાબ જોતા સ્પષ્ટ જોવા મળે છે ગોરધનભાઈ પ્રજાપતિએ જણવેલ કે આ છેલ્લા સાત મહિના થી આ બાબતે રજુઆત કરું છું પરંતુ કોઈ અધિકારી સ્થળ તપાસ કર્યા વગર જ જવાબો રજુ કરી આપે છે આ બાબતે અમો ફરી રજુઆત કરનાર છીએ
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.