સુપ્રસિદ્ધ ગંગાસતી પાનબાઈ આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ
ઉમરાળાના સમઢિયાળા ગામે આવેલ પ્રખ્યાત સંત કવિ ભજનિક ત્રિમૂર્તિ કહળસંગજી બાપુ મા ગંગાસતી પાનબાઈ આશ્રમ ખાતે ગંગાસતીની ૧૩૧મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ થયો છે તા.૧૩ સુધી ચાલનાર આ જ્ઞાનસત્રમાં વ્યાસાસનેથી સર્વેશ્વર ગૌધામ,કોબડીના મહંત જયદેવ શરણજી મહારાજ કથા રસપાન કરાવી રહ્યા છે ગંગાસતી ના પ્રખ્યાત બાવન ભજનોમાં ભક્તિ,જ્ઞાન અને યોગનો ત્રિવેણી સંગમ થયેલો છે એવી તત્ત્વજ્ઞાન સભર ભક્તિ રચનાઓના રચિયતા ગંગાસતીની પુણ્યતિથિ ફાગણ સુદ ૮ પર દર વર્ષે યોજાતા ધાર્મિક કાર્યક્રમોની પરંપરાના ભાગ રૂપે આ વર્ષે કહળસંગબાપુ મા ગંગાસતી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સમઢિયાળા આશ્રમ ખાતે ચાલતા અન્નક્ષેત્રના લાભાર્થે યોજાયેલ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન કથા ઉપરાંત અન્ય વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાતા રહેશે જેમાં પ્રખ્યાત સાહિત્ય રત્ન બ્રહ્મર્ષિ ડૉ.નિરંજન રાજ્યગુરૂ આત્માનંદ સરસ્વતીબાપુ આશ્રમ બોટાદ) (આનંદ આશ્રમ ઘોઘાવદર) સરસ્વતીજી (ભજનાનંદ શાસ્રી હરિપ્રસાદ સ્વામી (સાળંગપુર ધામ)ના વક્તવ્યો ઉપરાંત ભજન સમ્રાટ પ્રસાદજી મહારાજ ગંગોત્રી ધામ રાજકોટ ના ભજનોનો કાર્યક્રમ મુખ્ય છે કથાનો સમય રોજ સવારના ૮-૩૦થી ૧૨-૩૦નો છે સમઢિયાળા ઉપરાંત આસપાસનાં ઉમરાળા અને ગઢડા તાલુકાના ગામના ભાવિકો કથા શ્રવણનો લહાવો લઈ રહ્યા છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે
