હિંમતનગર વર્તુળ કચેરી ખાતે ‘હેલ્થચેક-અપ કેમ્પ’ યોજાયો
હિંમતનગર વર્તુળ કચેરી ખાતે ‘હેલ્થ ચેક-અપ કેમ્પ’ યોજાયો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બી.એ.પી.એસ. યોગીજી મહારાજ હોસ્પિટલના સહયોગથી યુ.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી કોન્ફરન્સ હૉલ હિંમતનગર ખાતે હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય મંગળપુરુષ સ્વામીજીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં વિજ્ઞાન પણ કહે છે કે વ્યક્તિના ઘણા બધા રોગોનું કારણ તો તેમના નકારાત્મક વિચારો જ છે તો જો વ્યક્તિ પોતાના વિચારોમાં સકારાત્મકતા લાવે તો તે ઘણા બધા રોગોથી સરળતાથી બચી શકે છે.
આ કાર્યક્રમમાં BMI(બોડી માસ ઇંડેક્સ), બ્લડ સુગર, આંખની ચકાસણી, બ્લડ પ્રેસર તથા અન્યની ચકાસણી કરવામાં આવી હતી. તપાસના અંતે ડોક્ટર દ્વારા કર્મચારીને તેમના રિપોર્ટ મુજબ ભવિષ્યમાં શું કાળજી રાખવી જોઈએ તે બાબતે માહિતી આપી હતી. આ કાર્યક્રમ થકી અનેક કર્મચારીઓએ પોતાના આરોગ્યની ચકાસણી થકી ભવિષ્ય માટે અગમચેતીના ભાગરૂપે શું કાળજી રાખવી જોઈએ તેની માહિતી મેળવી હતી જેથી તેઓ સ્વસ્થ રહી પોતાનું જીવન આનંદપૂર્વક પસાર કરી શકે.
અધિક્ષક ઇજનેર શ્રી પી.સી.શાહે પ્રસંગાનુરૂપ તેમના વિચારોને રજૂ કર્યા હતા..
આ પ્રસંગે પૂજ્ય વિશ્વયોગી સ્વામીજી, સહાયક સચિવ શ્રી જે.એમ.રોય, હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી હરિકૃષ્ણ પટેલ તેમજ સી.ઇ.ઓ શ્રી અમિત ડોળિયા હાજર રહ્યા હતા.
આબીદઅલી ભુરા
હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.