વડાલી શહેરની શેઠ પી કે શાહ ગર્લ્સ હાઇસ્કુલ માં શિક્ષક દિન ઉજવણી કરાઈ - At This Time

વડાલી શહેરની શેઠ પી કે શાહ ગર્લ્સ હાઇસ્કુલ માં શિક્ષક દિન ઉજવણી કરાઈ


શેઠ પી. કે. શાહ ગર્લ્સ હાઇસ્કુલ વડાલીમાં તા. 05/09/2024 ગુરુવારના રોજ સ્વયં શિક્ષકદિનનું આયોજન કરવામાં આવ્યું..જેમાં પ્રાથમિક વિભાગમાંથી 10 દીકરીઓ , માધ્યમિક વિભાગમાંથી 14દીકરીઓ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી 26 દીકરીઓએમ કુલ 50 દીકરીઓ એ ભાગ લીધો હતો. જેમાં ધોરણ 12ની પટેલ દિયા દીપકભાઈ આચાર્યા,બની હતી.તેમજ શિક્ષિકા, ક્લાર્ક, સેવક બની નવીન અનુભવ નોઅહેસાસ વિધાર્થીની ઓ એ કર્યો હતો. દીકરીઓ એ પોતાના પ્રતિભાવો દરમિયાન 45 મિનિટ ના તાસ મા ઉભા રહી જ્ઞાન પીરસવાથી માંડી વર્ગ ખંડ ની સમસ્યાઓ ઉકેલ વગેરે જીણવટ પૂર્વક નિરીક્ષણ કરીને અનુભવ મેળવ્યો હતો . વિદ્યાર્થીની ઓ એ પણ આજ ના બનેલા શિક્ષકો ના શિક્ષણ કાર્ય ને ઉત્સાહ સાથે વખાણ કર્યા.આચાર્યા શ્રીમતી દક્ષાબેન પટેલે ર્ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જીવન અને કવન વિશે જણાવ્યું હતું . દરેક વ્યક્તિ ના જીવન માં શિક્ષક નું મહત્વ કેટલું હોય છે તેની સુંદર વાતો કરી, દીકરીઓ ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરી શિક્ષકો નું ગૌરવ વધારે તેવા આશીર્વાદ આપ્યા હતા.છેલ્લે શાળાની તમામ દીકરીઓ એ આનંદ સાથે ગરબા ગાઈ શિક્ષક દિનને યાદગાર બનાવ્યો હતો.આ કાર્ય ક્રમ નું આયોજન વર્ષાબેનપરમાર , રીનાબેનપટેલ હિરલબેનપાંડોર તથા વર્ષાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.