રાજકોટના સાત હનુમાન મંદિર પાસે એસટી બસએ પલ્ટી મારી: છને ઈજા
રાજકોટમાં કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે ગઈ કાલ રાત્રીના એસટી બસ પલટી મારી જતાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. એસટી બસ ઊંડવા માંડલી બોર્ડરથી જામ ખંભાળિયા જતી હોવાનું જાણવા મળ્યું હતું. બસમાં સવાર 40 મુસાફરો પૈકી 6 વ્યક્તિને નાની-મોટી ઈજાઓ થતાં રાજકોટ સિવિલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ રાત્રીના અરવલ્લીના ઊંડવા માંડલી બોર્ડરથી જામ ખંભાળિયા જતી એસટી બસ રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ રાજકોટનાં કુવાડવા રોડ પર સાત હનુમાન મંદીર પાસે પહોંચતા બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ પલટી મારી જતાં અફડા તફડીનો મોહોલ સર્જાયો હતો.
બસમાં સવાર 40 જેટલાં મુસાફરોમાંથી છ વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ 108 અને પોલીસને થતાં તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. અને બસમાં સવાર છ મુસાફરોને ઈજા પહોંચેલ હોય જેને તાકિદે 108 મારફત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જેમાં બસમાં સવાર કંડકટર નરેન્દ્રભાઈ નાનજીભાઈ (ઉ.49, રહે. ડાવલી ગામ, મોડાસા), મુસાફર પંકજભાઈ કાળુભાઈ આસારી (ઉ.23, રહે. અરવલ્લી), શોભનાબેન અશોકભાઈ (ઉ.55, રહે. અમદાવાદ), શ્યામભાઈ અશોકભાઈ વાયા (ઉ.21, રહે.જામખંભાળિયા), ચેતનભાઈ કનુભાઈ (ઉ.28, રહે. ભાટિયા ગામ જી. દેવભૂમિદ્વારકા) અને બારૈયા ભરતભાઈ સૂરમાભાઈ (ઉ.29, રહે. માલપુર) નામના છ દર્દીઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જેમાં પંકજભાઈ, ચેતનભાઇ અને શ્યામભાઈને સામાન્ય ઈજા પહોંચેલ હોય જેને તબીબે રજા આપી હતી. જ્યારે શોભનાબેનને હાથમાં ફેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ બસમાં સવાર અન્ય મુસાફરોને સામાન્ય ઈજા પહોંચતાં મોટી દુર્ઘટના ટળી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
