મહુવા તાલુકાના ગુંદરણા – બગદાણાની બપોરની બસનો રૂટ બદલાતા હેરાનગતિ વાય ઓથા થઈને રોહીસાથી મહુવા કરાતા 10 થી વધારે ગુંદરણા પંથકના ગામના લોકોને મુશ્કલી - At This Time

મહુવા તાલુકાના ગુંદરણા – બગદાણાની બપોરની બસનો રૂટ બદલાતા હેરાનગતિ વાય ઓથા થઈને રોહીસાથી મહુવા કરાતા 10 થી વધારે ગુંદરણા પંથકના ગામના લોકોને મુશ્કલી


(રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા)

મહુવા તાલુકાના ગુંદરણા - બગદાણાની બપોરની બસનો રૂટ બદલાતા હેરાનગતિ વાય ઓથા થઈને રોહીસાથી મહુવા કરાતા 10 થી વધારે ગુંદરણા પંથકના ગામના લોકોને મુશ્કલી

મહુવા ડેપોમાંથી બપોરે 1: 30 સે બસ ઉપડે છે અને ભાદ્રોડ, લોંગડી, થઈને લોંયગા, કસાણ, ગુંદરણા, કુંભારિયા, બોરલા, ધરાઈ થઈને બગદાણા જાય છે અને આ જ રૂટ ઉપર તે બસ ત્રણ વાગ્યે બગદાણાથી પરત ફરતી હતી ત્યારે આ બસનો ઉપયોગ 10થી વધારે ગામના લોકો કરતા હતા જેમાં લોકોને બપોર પછી મહુવા જવું હોય તો આ એક જ બસ હતી પરંતુ તેને પણ વાયા બસ કરવામાં આવી છે આથી રત્ન કલાકારોમાં, વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાય છે અને બપોર પછી બસ ન મળતા લોકોને ખાનગી વાહનો પણ મળતા નથી આથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ બસ જુના રૂટ મુજબ ચલાવવા મહુવા ડેપો મેનેજરને જવાબદાર વ્યક્તિ દ્વારા ત્રણ વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ કામ થતું નથી અને વિદ્યાર્થીઓને અને પેસેન્જરને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગુંદરણાની બસ વહેલીતકે જુના રૂટ મુજબ શરૂ થાય તેવી વિદ્યાર્થીઓ, રત્ન કલાકારો અને પેસેન્જરોની માંગ છે.

ડ્રાયવર્ઝનના કારણે રૂટ બદલાયા હોવાનું બહાનુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.