જસદણના આલણ સાગર ડેમમાંથી પ્રથમ વાર લાભ પાંચમે પિયત માટે પાણી છોડાશે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ની જાહેરાત ખેડૂતોમાં ખુશાલી
નરૅશ ચૉહલીયા જસદણ
જસદણ શહૅર તથા શિવરાજપુર ગઢડીયા બાખલવડ ચીતલીયા પોલારપર નાની લાખાવાડ સહિત સાત ગામનૅ ઉગમણી તથા આથમણી કેનાલા ખુલતા કુવા બોરના તળ ઊંચા આવશે
જસદણના બાખલવડ ગામે આવેલ આલણ સાગર ડેમ શહેરને પીવાનું તેમજ સાત ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે પરંતુ આજ દિન સુધી દિવાળી બાદ બે મહિને પાણી છોડવામાં આવતું હતું પરંતુ આ વખતે ખેડૂત અગ્રણી ધીરુભાઈ ભાયાણી સહિતના ખેડૂતોએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી હતી કે આ વર્ષે વરસાદ ખેંચાણો હોય ખેડૂતોને પિયત કરવા માટે લાભ પાંચમ એ એટલે કે તારીખ 13 11 ને રવિવારે પાણી છોડવામાં આવે આ બાબતે જસદણ વિછીયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ તુરંત પેટા સિંચાઈ તંત્રને કૅનાલની સફાઇ કરવા પાણી છૉડવા તુરંત કર્યવાહી કરવા સહિતની સુચના આપી હતી અને લાભ પાચમૅ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે આલણ સાગર તળાવ બાખરલડ થી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે આ પાણી છોડાતા જસદણ શહેર ઉપરાંત ગઢડીયા શિવરાજપુર બાખલવડ ચિતલીયા પોલારપર નાની લાખાવાડ સહિત સાત ગામોને સિંચાઈનો લાભ મળશે અને ખેડૂતો રવિ પાક ઉગાડી શકશે આલણ સાગર ડેમની ઉગમણી અને આથમણી બંને કેનાલો શરૂ થવાથી ઉપરોક્ત જમીનમાં કુવા બોરના તળ ઊંચા આવશે જેથી ખેડૂતો સારી રીતે રવિ પાક લઈ શકશે વહેલી તકે પાણી છોડાવવા બદલ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો ખેડૂત આગેવાન ધીરુભાઈ ભાયાણી સહિતના ખેડૂતોએ આભાર પ્રગટ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.