દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર સપ્તાહ અને જાતિય શોષણ જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો - At This Time

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર સપ્તાહ અને જાતિય શોષણ જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો


ભારત સરકાર દ્વારા સને 1986 થી દર વર્ષે 24મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ અને તેના સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજ રોજ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે દાંતા તાલુકાના નાયબ મામલતદારશ્રી અશ્વિનભાઈ જોશી તથા દાંતા તાલુકા ગ્રાહક સુરક્ષા કેન્દ્ર અને અંબાજી મંદિર સુરક્ષા કેન્દ્રના પ્રમુખશ્રી વિપુલભાઈ ગુર્જર તથા દાંતા પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ શ્રીમતી જયાબેન વણઝારાની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા સલાહકાર એવા વિપુલભાઈ ગુર્જરે બાળકોને આજના સમયમાં કોઈપણ ચીજવસ્તુઓ ખરીદતી વખતે કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ. બિલ કેવા પ્રકારનું લેવાનું રાખવું જોઈએ. ભારત સરકાર દ્વારા વિવિધ પ્રકારની ચીજો માટે વિવિધ પ્રકારના માનક ચિહ્નો ની ખૂબ જ સુંદર સમાજ આપી હતી. તેની ખૂબ જ સુંદર સમજ આપી હતી. બાળકો દ્વારા જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા તેના તેમને ખૂબ જ સરળ રીતે પ્રત્યુતર આપ્યા હતા. ત્યારબાદ શ્રીમતી જયાબેન વણઝારાએ પણ વિદ્યાર્થીનીઓ માટે પોતાનો સ્વ બચાવ કેવી રીતે થઈ શકે, કોઈપણ વ્યક્તિનો સ્પર્શ ગુડ છે કે બેડ છે એનો તફાવત કેવી રીતે નક્કી કરવો તેની ડેમો દ્વારા સમજણ આપી હતી. શાળા કક્ષાએ ગ્રાહક સુરક્ષા કન્વીનરશ્રી સંજયસિંહ રાઓલે સુંદર આભાર વિધિ કરી હતી. છેલ્લે શાળાના આચાર્યશ્રી વી કે પરમારે કાર્યક્રમ સફળ બનાવવા માટે બંને માર્ગદર્શકશ્રીઓનો તથા તમામ સ્ટાફ પરિવારનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર પ્રગટ કર્યો હતો અને બાળકોને પોતાના પરિવારની અંદર આસપાસ મહોલ્લાની અંદર પણ ગ્રાહકએ બજારનો રાજા છે એ બાબત સમજાવવા માટે પ્રેરિત કર્યા હતા.

અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image