પતંગબજારો મોડી રાત સુધી ધમધમતી રહી, પતંગની સાથે લોકો ઊંધિયા જલેબીની પણ જયાફત માણશે
ગુજરાતમાં આજે (14 જાન્યુઆરી) આકાશમાં રંગબેરંગી પતંગો છવાશે અને વાતાવરણમાં કાઈપો છે અને લપેટના નારા ગુંજી ઉઠશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં મોડીરાત સુધી પતંગરસિકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો દિવસભર પતંગ ચગાવવાની સાથે સાથે મ્યુઝિક સાથે ઊંધિયા-જલેબીની જયાફત માણવાની પણ પૂરતી તૈયારી કરી રાખી છે. તો બીજી તરફ ઉત્તરાયણના આ પર્વ પર કોઈ અકસ્માત સર્જાય તો તેના માટે 108, કરૂણા અભિયાન અને ફાયરની ટીમો પણ ખડેપગે રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.