બાયડ તાલુકાના ચાંપલાવત ખાતે વધુ એક મકાન ધરાશાહી. - At This Time

બાયડ તાલુકાના ચાંપલાવત ખાતે વધુ એક મકાન ધરાશાહી.


અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચાંપલાવત ખાતે મકાન ધરાશાહી થયું હતું. સમગ્ર રાજ્યમાં વરસાદે કહેર વર્તાવ્યો છે.એવામાં અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.એવામાં બાયડ તાલુકામાં આવેલાં ચાંપલાવત ગામમાં રહેતા મંગુબેન મોહનસિંહ સોલંકી જેવો વિધવા છે અને આ ઘરમાં તેમની વહુ અને તેઓ બંને રહે છે તેમની વહુ પણ( વિધવા )છે.તેમનું મકાન ધરાશાહી થતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.પરિવાર માં બીજો કોઈ આધાર નથી.પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ ને લઈ પરિવાર રસ્તા પર આવી જતા.સરકાર દ્વારા વિકાસ ની વાતો કરવામાં આવતી હોય છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના ની લાભ આપવામાં આવતો હોય છે. ત્યારે ચાંપલાવત ગામે રહેતા (મંગુબેન સોલંકી) ને પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ આપવામાં આવે તેવી તેમની માંગ છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image