ધંધુકા મામલતદાર અને નાયબ કલેકટર કચેરીમાં પીવાના પાણીના ફ્રીઝ બંધ હાલતમાં - At This Time

ધંધુકા મામલતદાર અને નાયબ કલેકટર કચેરીમાં પીવાના પાણીના ફ્રીઝ બંધ હાલતમાં


ધંધુકા મામલતદાર અને નાયબ કલેકટર કચેરીમાં પીવાના પાણીના ફ્રીઝ બંધ હાલતમાં

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલી મામલતદાર અને નાયબ કલેકટર કચેરીમાં અરજદારો ની સુવિધા માટે મૂકવામાં આવેલા પીવાના પાણીના ફ્રીઝ બંધ હાલતમાં જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં અરજદારો ને સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરે છે પરંતુ જવાબદાર અધિકારીઓ લોકો ને પડી રહેલી હાલાકી મામલે કોઈ રસ દાખવતા નથી તેવું અહીં સ્પષ્ટ જોઈ શકાય છે.
આ બંને સરકારી કચેરીઓમાં હાલમાં લોકો માટે બહારથી પાણી ના જગ લાવીને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બંધ પડી ગયેલા ફ્રીઝ ને કેમ રીપેરીંગ કરવામાં આવતું નથી તેવા અનેક સવાલો ઉભા થયા છે.
આ અંગે કચેરીના જવાબદાર અધિકારીઓ ધ્યાન આપી વહેલી તકે ફ્રીઝ ચાલુ કરવાની વ્યવસ્થા કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.