આજથી શરૂ થતી ધોરણ 10-12ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સફળતાના મંત્ર સાથે શુભકામના - At This Time

આજથી શરૂ થતી ધોરણ 10-12ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સફળતાના મંત્ર સાથે શુભકામના


આજથી શરૂ થતી ધોરણ 10-12ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સફળતાના મંત્ર સાથે શુભકામના

વિદ્યાર્થીઓને પરીક્ષા ઉત્સવ હોય તે રીતે તેને આનંદપૂર્વક માણવા શુભેચ્છા પાઠવતાં જિલ્લા શિક્ષણાધિકારી વિક્રમસિંહ પરમાર
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતાં બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી(ઈ.ચા) વિક્રમસિંહ પરમારે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થી શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.” તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપતાં ઉમેર્યું હતું કે, “કોઇપણ પ્રકારની ચિંતા-તણાવ વિના મુક્ત મને પરીક્ષા આપવી, પરીક્ષા એક ઉત્સવ હોય તે રીતે તેને આનંદપૂર્વક માણો.” તેમણે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓએ પૂરા વર્ષ દરમિયાન જે તૈયારીઓ કરી હોય તેના ભાગરૂપે ખૂબ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તેમજ ખૂબ સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થાય તેવી તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ.”

વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર નિવાસી અધિક કલેક્ટર, એસ પી (ઈ.ચા.) સહિતનાં જિલ્લાનાં અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ તેમજ મોઢું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રો પર આવકારવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીએ વાલીઓને વિનંતી કરતાં જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓ કોઇપણ પ્રકારના ડર વિના નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેવો માહોલ રાખવો. સેન્ટર પર બિનજરૂરી ઘસારો ન કરતાં વ્યવસ્થા જાળવી રાખવામાં સહકાર આપશો.”

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.