લીમડી તાલુકાના લિયાદ ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી ના દરોડા - At This Time

લીમડી તાલુકાના લિયાદ ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી ના દરોડા


તા.25/08/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લીંબડી તાલુકાના લિયાદ ગામે રહેણાકના મકાનમાં એલસીબી ટીમે દરોડો પાડી 30 જુગારીયાઓને ઝડપી લીધા હતા.લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એલસીબી ટીમ દ્વારા પેટ્રોલીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે બાતમી આધારે લિયાદ ગામે હરજી કરશન માણસુરીયા તેનો પુત્ર કલ્પેશ મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યા છે.તે બાતમી આધારે એલસીબીના પીઆઈ શ્રી એમ.ડી.ચૌધરીની સુચનાથી પીએસઆઈ વી આર જાડેજા સહિત સમગ્ર ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ છાપો મારતાં આરોપી. હરજી કરશન માણસુરીયા, હુશેન મામજી સંઘરીયાત, સંજય પથા મીઠાપરા, વિક્રમ મેરૂ ગોહિલ, મુકેશ કાળુ સુરેલા, ચેતન ચંદુ માણસુરીયા, દશરથ લાલજી માણસુરીયા, ગોપાલ ગટુર માણસુરીયા, દિપક અશોક દાદરેચા, લલીત વિરમ મેર, વિજય શેંધા વાટુકીયા, કલ્પેશ હરજી માણસુરીયા, અનિલ સોમા શેખ, ઠાકરશી મેરા મીઠાપરા, વિનોદ હેમુ માણસુરીયા, વિજય વાલજી માણસુરીયા, વિજય સાગર રાઠોડ, ઘનશ્યામ ચંદુ સોલંકી, સંજય ઉર્ફે ભુરો દાજી માણસુરીયા, વિનુ કરશન વાટુકીયા, હુશેન મહમદ ભથાણીયા, મહેશ બચુ સુરેલા, લાલજી વાલા સિંધવ, ભરત પ્રભુ માણસુરીયા, હરેશ કાળુ સુરેલા, રમેશ મનજી પાટડીયા, ઈશ્વર પ્રભુ મારૂણીયા, ભરત મશરૂ બુટીયા, જાવેદ અહેમદ ભથાણીયા અને મયુદીન અહેમદ ટીંબલયાને તીનપતીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખસો પાસેથી રોકડા રૂ. 2,01,200 તથા ઈકો કાર 2 તથા મોબાઇલ નંગ 17 સહિત કિ.રૂ.5,97,200 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એલસીબી ટીમે દરોડો પાડી 30 જુગાર પ્રેમીઓને રૂ.5,97,200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.