ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા એ.પી.એમ.સી.હોલ ખાતે લોનમેળાનુ આયોજન કરાયું.
ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા એ.પી.એમ.સી.હોલ ખાતે લોનમેળાનુ આયોજન કરાયું.
આશરે ૧૨૦ જેટલા લોકોએ ભાગ લીધેલ
અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકા પોલીસ દ્વારા નાણાંની જરૂરિયાત સમયે લોકો
વ્યાજવટાવની પ્રવુતિમા ફસાય નહિ અને પોતાની નાણાકીય જરૂરિયાત પુરી કરી શકાય તે ઉદેશથી લોકોને બેંકો દ્વારા લોન મળી રહે તે હેતુસર સરકારી લોન સહાય યોજનાની જાણકારી તથા લોનમેળાનુ આયોજન કરવા આવ્યું હતુ અને જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક વાગીશા જોષી ધંધુકા વિભાગ ધંધુકાનાઓની ઉપસ્થિતીમાં ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.ડી.ગોજીયા દ્વારા કરવામાં આવેલ જેમાં ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી આશરે ૧૨૦ જેટલા લોકોએ ભાગ લીધેલ જેમા લોકોને માહિતી તેમજ મળવાપાત્ર લોન આપવા માટે ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયા, એચ.ડી.એફ.સી. બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક, પોસ્ટ વિભાગના પ્રતિનીધીઓએ હાજરી આપી હતી
રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૪ લોકોને કુલ:- ૭૦,૦૦૦/- રૂપિયાના તો જ એચ.ડી.એફ.સી. બેંક દ્વારા દ્વારા ૨ લોકોને કુલ ૪૦,૦૦,૦૦૦/- રૂ. ૦. બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દ્વારા ૪ લોકોને કુલ ૧૨,૦૦,૦૦૦/-રૂ. ના સેક્શન લેટર આપવમાં આવેલા એમ તમામ બેંકો મળી કુલ ૫૨,૭૦,૦૦૦/- રૂ.ના સેક્શન લેટરો કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલ હતા સાથે સાથે એ.એસ.પી. શ્રી વાગીશા જોષી સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા લોકોને આ લોન મેળાનો વધુમા વધુ લાભ લેવા જણાવતા હાજર લોકોએ ઉપરોક્ત બેંક મેનેજરો પાસેથી મહતમ જાણકારી તથા ફોર્મ મેળવ્યા હતા
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.