પુંસરી ગામે ચાલતી અસ્થિ બેંક માં જમાં થયેલ અસ્થિ નું વિસર્જન હરિદ્વાર ખાતે 24/5/2024 ના રોજ કરવામાં આવ્યું
પુંસરી ગામે ચાલતી અસ્થિ બેંક માં જમાં થયેલ અસ્થિ નું વિસર્જન હરિદ્વાર ખાતે 24/5/2024 ના રોજ કરવામાં આવ્યું
(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)
તલોદ તાલુકાના પુંસરી ખાતે છેલ્લા 17 વર્ષથી કાર્યરત અસ્થિ બૅન્ક મા 2022 થી 2023 સૂધી જમા થયેલ 150 જેટલા મૃતકોના જમા થયેલ અસ્થિ નુ આજરોજ હરદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું
આ અંગે અસ્થી બૅન્ક ના સંચાલક નરેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત તા 22 એપ્રિલ થીં 18 મે સૂધી એક વર્ષ ના સમયગાળા દરમ્યાન કુલ 150 અસ્થિ એકત્રિત થયા હતા છેલ્લાં 17 વર્ષથીં ચાલતા આ ઉમદા કાર્ય મા અત્યાર સુધી કુલ 2850 જેટલાં સ્વજનો ના મૃતકોના અસ્થી નુ હરદ્વાર ખાતે આવેલ અસ્થિ ઘાટ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું સ્વજન ના મોક્ષ પ્રાપ્તિ માટે ચાલતા આ પરમાર્થી કાર્યમાં ગુમાવેલ સ્વજન પાછળ જે લાકડું અંતિમ સંસ્કાર માંટે વપરાય છે તેના માટે અને પર્યાવરણ શુધ્ધિ માંટે બે વૃક્ષ નો ઉછેર કરવા માટે આગ્રહ ભરી વિનંતી કરવામાં આવે છે.હરિદ્વાર ખાતે અસ્થિ વિસર્જન સમયે અસ્થી ઘાટ ખાતે પુંસરી ગામ ના જ્યોતિષ દિપ્તેશ ભાઈ જોષી, નટુભાઇ ચૌધરી ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી લીલા બેન પટેલ ઊપસ્થિત રહ્યા હતા.
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.