આજે સિહોર તાલુકાના ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમૂહ લગ્ન સમારોહ યોજાયો - At This Time

આજે સિહોર તાલુકાના ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમૂહ લગ્ન સમારોહ યોજાયો


આજે સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા 54
દિકરીઓનો સમૂહલગ્ન ધામધૂમ પૂર્વક યોજાયા હતા. રાજકીય આગેવાનો,
સંતો- મહંતો તેમજ રાજપૂત સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં
ભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન સમારોહનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું
હતું. સમૂહલગ્નના આયોજન દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પનું પણ સફળ
આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્રિત થયેલા
રક્તથી ક્ષત્રિય કારડીયા સમાજના મોભી અને સમૂહલગ્નના મુખ્ય દાતા
રતાભાઈ રામભાઈ પરમારની રક્તતુલા કરવામાં આવી હતી. વિશાળ
જનસમુદાય સાથે થયેલા આયોજન દરમ્યાન રાજપૂત સમાજ દ્વારા લોકોને
કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી
હતી. ઉક્ત કાર્યક્રમમાં રાજ્ય નહીં દેશના લાખ્ખો કરોડો ભાવિકોનું
આસ્થાનું કેન્દ્ર ભોળાદ સુરાપુરાધામના દાનભા બાપુ ઉપસ્થિત રહી
નવદંપતીઓ ને આશીર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત સમાજના
અગ્રણીઓ, આગેવાનો, રાજકીય પદાઅધિકારીઓ સાધુ સંતો અને
દાતાઓએ ઉપસ્થિત રહી સુંદર આયોજનને બિરદાવ્યું હતું. તાલુકા ક્ષત્રિય
કારડીયા રાજપૂત સમાજના આગેવાનો તથા સંતો મહંતોના આશીર્વાદ
પાઠવીને શુભ સંકલ્પ સાથે સમૂહલગ્ન સંભારોહ યોજાયો હતો
રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image