ગોવર્ધન ક્રિકેટ મેદાન સતાપર ખાતે અંડર18 સુપર સિક્સ ટુર્નામેન્ટ આયોજન થયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2fh7ddfp0ikgojgg/" left="-10"]

ગોવર્ધન ક્રિકેટ મેદાન સતાપર ખાતે અંડર18 સુપર સિક્સ ટુર્નામેન્ટ આયોજન થયો


*ગોવર્ધન ક્રિકેટ મેદાન સતાપર ખાતે અંડર18 સુપર સિક્સ ટુર્નામેન્ટ આયોજન થયો*

તારીખ 12.06.2022 ગોવર્ધન ક્રિકેટ મેદાન સતાપર મધ્યે રાજ ગ્રુપ સતાપર અને મોર્નિંગ ક્રિકેટ ક્લબ દ્વારા અંડર18 સુપર સિક્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ માં કુલ 22 ટિમો એ ભાગ લોધો હતો અને મુરલીધર સતાપર ટિમ વિજેતા થઈ હતી જ્યારે વાઘેશ્વરી મામૂઆરા ટિમ ઉપવિજેતા થઈ હતી. આ પ્રસંગે મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ ની વિશેષ ઉપસ્થિત રહી હતી તથા તમામ ટ્રોફીના દાતા સ્વ. ભગવાનભાઈ સવાભાઈ કેરાસિયા પરિવાર હસ્તે ભીમજીભાઈ સવાભાઈ કેરાસિયા , તમામ મેન ઓફ ધ મેચ ના ટી શર્ટ ના દાતા રમેશભાઈ કાનજી ભાઈ ઉંદરિયા , તમામ બોલ ના દાતા રમેશભાઈ ડેકાભાઈ માતા, પીવા ના ફિલ્ટર પાણી ના દાતા શંભુ ભાઈ સામત ભાઈ ડાંગર, બપોરના ભોજન ના દાતા ગોપાલ ભાઈ કાનજી ભાઈ માતા અને ભરત ભાઈ કાનજી ભાઈ માતા રહ્યા હતા.
રાણાભાઈ રવાભાઈ માતા ,અરજણ ભાઈ કાનજીભાઈ માતા, હરિભાઈ શામજીભાઈ માતા , બાબુભાઇ હમીરભાઈ માતા, રામજીભાઇ અરજણભાઈ માતા, બાબુભાઈ સામતભાઈ માતા, રમેશભાઈ રાણા ભાઈ માતા વગેરે એ રોકડ પુરસ્કાર આપ્યા હતા.
આ પ્રસંગે મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ ના વરદ હસ્તે ગોવર્ધન ક્રિકેટ ગ્રાઉન્ડ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ગામ ના તમામ આગેવાનો વાસણ ભાઈ વિશા ભાઈ માતા, શામજીભાઈ સવા ભાઈ કેરાસિયા, શિરીષ ભાઈ સામત ભાઈ માતા, હમીર ભાઈ ખેંગાર ભાઈ માતા, રાજેશભાઈ અરજણ ભાઈ માતા વિક્રમ ભાઈ કાનજી ભાઈ માતા જોડાયા હતા.
મહંત શ્રી ત્રિકમ દાસજી મહારાજ એ ગોવર્ધન ક્રિકેટ ગ્રાઉન્ડ ને રતનાલ સંત શ્રી વલ્લભદાસજી સ્ટેડિયમ ની જેવું બનાવવા સતાપર ના યુવાનો મહેનત કરવા આશિર્વાદ આપ્યા હતા. અને ગોવર્ધન ક્રિકેટ સ્ટેડિયમ માં ભરતી નાખવા અને ચારે તરફ ફેન્સિંગ નું કામ શરૂ કરાવી આપેલ છે. તથા કચ્છ પાટણ પ્રાથરીયા આહીર સમાજના પ્રમુખશ્રી ત્રિકમભાઈ વાસણભાઈ આહીર એ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી અને ગ્રાઉન્ડ માં જરૂરી કાર્ય માટે ગમે ત્યારે યાદ કરવા કહ્યું હતું. પુરષ્કાર વિતરણ કાર્યક્રમ નું સંચાલન મોહનભાઈ માતા એ કર્યું હતું અને રાજ ગ્રુપ સતાપર અને મોર્નિંગ ક્રિકેટ કલબ વતી આભાર વિધિ મુકેશભાઈ માતા એ કરી હતી.

રિપોર્ટ =દિપક આહીર.
એટ ધીશ ટાઈમ ન્યૂઝ
મો -9909724189


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]