ઢસા પોલીસ સ્ટેશન ગુનાહિત પ્રવૃતિ ના આરોપીનું ગઢડા સબજેલમાં મોત નીપજતા પરિવારજનો દ્વારા પોલીસ પર કર્યા આકરા પ્રહારો - At This Time

ઢસા પોલીસ સ્ટેશન ગુનાહિત પ્રવૃતિ ના આરોપીનું ગઢડા સબજેલમાં મોત નીપજતા પરિવારજનો દ્વારા પોલીસ પર કર્યા આકરા પ્રહારો


બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલી સબજેલ પોલીસ પર કર્યા આકરા પ્રહારોખાતે આજે વહેલી સવારે ઢસા પોલીસ સ્ટેશનના ગુના પ્રવૃત્તિના આરોપીનું મોત નીપજતાં પરિવાર પરિવારજનો તેમજ જ્ઞાતિના આગેવાનો સહિત નો 150 થી 200 લોકો નો મસમોટો કાફલો પહોંચી ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. આરોપી તરીકે વિક્રમ સુરેશ મીઠાપરા ઉંમર વર્ષ 30 નુ મોત નિપજતાં પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા પોલીસ પર મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં મૃતકની માતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા દીકરાને ખોટી રીતે ફસાવી તથા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો જેના પગલે મારા દીકરા નું મોત થયું છે આ અંગે જવાબદાર માત્રને માત્ર છે ઢસા અને ગઢડા પોલીસ છે તેવું મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું તેમજ તેમના દીકરાને ત્રણ સંતાનો છે જે ખૂબ જ નાની ઉંમરના છે અને પત્ની પણ દિવ્યાંગ છે તો તે બોલી શકતી નથી મારો દીકરો એકનો એક કુટુંબમાં સહારો હતો તેનું અકાળે મોત નીપજતાં તેમની પત્ની અને બાળકો રાઝળી ગયા છે.આ દુઃખદ ઘટનાના માત્ર ને માત્ર જવાબદાર ઢસા અને ગઢડા પોલીસ જ છે તેવો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ સમાજના આગેવાન વિજયભાઈ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે આ મામલે સચોટ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ મારી બોટાદ જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા સાહેબ ને નમ્ર અનુરોધ છે કે આ મામલે સંપૂર્ણ સચોટ તપાસ કરી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને પગલાં ભરે તેમજ પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તેવી પણ ઉગ્ર માગણી કરવામાં આવી છે વધુમાં મૃતક ના પેનલ પીએમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આરોપીનું મોત કેવી રીતે થયું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon