પોરબંદર એસ.ટી.ના ડ્રાઈવરોએ મુસાફરોની સલામતી માટેના લીધા શપથ - At This Time

પોરબંદર એસ.ટી.ના ડ્રાઈવરોએ મુસાફરોની સલામતી માટેના લીધા શપથ


‘રોડ સેફ્ટી મંથ-૨૦૨૫’ની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજય માર્ગ વાહનવ્યવહાર નિગમ, જુનાગઢ વિભાગના પોરબંદર ડેપોના ડ્રાઇવરો દ્વારા મુસાફર જનતાની સલામતી માટે અકસ્માત નિવારણ અંગેના શપથ લઇ પ્રતિજ્ઞાપત્રમાં સહીઓ કરવામાં આવી હતી.આ તકે અકસ્માત નિવારવા માટે તકેદારી રાખવા અંગે સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી દ્વારા અકસ્માત અંગેના સંભવિત કારણો, 'નો ડ્રીંક નો ડ્રાઇવ’ અંગે, તેમજ સામેના વાહન ચાલકોની બેદરકારી અંગેની સાવચેતી બાબતોની વિસ્તૃત ચર્ચાઓ કરી સમજ આપવામાં આવેલ હતી.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.