રાજુલા શહેરમાં રામનવમીની શોભા યાત્રાની તૈયારીઓ ને અપાયો આખરી ઓપ.. - At This Time

રાજુલા શહેરમાં રામનવમીની શોભા યાત્રાની તૈયારીઓ ને અપાયો આખરી ઓપ..


રાજુલા શહેરમાં રામનવમીની ભવ્ય ઉજવણી ની તડામાર તૈયારીઓ

બાઈક રેલી તેમજ હનુમાન ચાલીસા સહિતના વિવિધ આયોજનો

રાજુલા શહેર સ્વૈચ્છિક પણે બંધ રહેશે

રામજી ની શોભાયાત્રા બપોર બાદ જુના સ્વામિનારાયણ મંદિર થી નીકળશે

શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ મૂકવામાં આવશે

શહેરમાં શોભાયાત્રા ના માર્ગ પર ઠંડા પાણી લચ્છી છાશ શરબત સહિતના સ્ટોલો ઉભા કરવામાં આવશે

રાજુલા શહેરમાં ભગવાન શ્રી રામ લલ્લા ને વધાવા માટે રાજુલા શહેરમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે
રામનવમી ના દિવસે રાજુલા શહેર સંપૂર્ણપણે સ્વૈચ્છિક રીતે બંધ રહેશે ત્યારે આ દિવસે રાજુલા શહેરમાં ભવ્ય શોભાયાત્રા નું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ના નેતૃત્વ નીચે આ શોભાયાત્રા નું ભવ્ય થી દિવ્ય આયોજન કરવામાં આવેલ છે ત્યારે આ શોભાયાત્રા નું ભવ્ય આયોજન થાય તે માટે રાજુલા શહેરની વિવિધ સંસ્થાઓ વિવિધ સંસ્થાના આગેવાનો સેવાભાવી કાર્યકરો સહિતના અનેક લોકો આ કાર્યમાં તૈયારીઓ કરી રહ્યા છે આ શોભાયાત્રા જુના સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈ અને જલારામ મંદિર જાફરાબાદ રોડ ખાતે પૂર્ણ કરવામાં આવશે ત્યારે રાજુલા શહેરના આ તમામ માર્ગ પર ઠંડા પાણી લચ્છી છાશ તેમજ દૂધ કોલ્ડ્રીંક્સ તેમજ આઈસ્ક્રીમ બદામ શેક સોડા સહિતના વિવિધ સ્થળો આ રથયાત્રાના માર્ગ ઉપર ઉભા કરવામાં આવશે તેમજ આ શોભાયાત્રામાં રાજુલા શહેરના મુખ્ય પોલીસ ચોકી નજીક એક ખાસ સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવ્યો છે ત્યારે આ વખતની આ સેલ્ફી પોઇન્ટ લોકો માટે એક આકર્ષણનો કેન્દ્ર બનવા પામેલ છે આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ સેલ્ફી પોઇન્ટ તેમજ નાના નાના ઢીંગલિ ઓની વેશભૂષા રામ લક્ષ્મણ જાનકી તેમજ યોગીજી સહિત ના વિવિધ ફ્લોટ બનાવવામાં આવેલ છે
તેમજ તારીખ 05.04.2025 ને સાંજના પાંચ કલાકે બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ બાઈક કરેલી કોટેશ્વર મહાદેવ થી શરૂ થશે જે રાજુલા શહેરના સમગ્ર માર્ગ ઉપર આ બાઈક રેલી ફરશે ત્યારબાદ ટાવર ઉપર ધજા ચડાવવામાં આવશે તેમજ 05.04.2025 ના રોજ પોલીસ ચોકી પાસે હનુમાન ચાલીસા નું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આ હનુમાન ચાલીસા વાવેરા ગામની હનુમંત ગૌસેવા ધુન મંડળ દ્વારા આ હનુમાન ચાલીસા નું આયોજન કરવામાં આવેલ છે રાજુલા શહેરમાં આ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ હોય ત્યારે રાજુલા નગરપાલિકાના પ્રમુખ દ્વારા આ શહેરમાં દરેક માર્ગો પર સાફ-સફાઈ ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને રાજુલાના માર્ગો એકદમ ચોખ્ખા કરી દેવામાં આવ્યા છે
ત્યારે રામનવમી આવી રહી હોય ત્યારે સમગ્ર રાજુલા શહેર રામમય જોવા મળ્યું


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image