વેદ માતા ગાયત્રીની જન્મ જયંતિ અને ગંગા દશેરા નિમિત્તે આજે સંકટમોચન હનુમાન મંદિર ખાતે સવારે 10 થી 12 દરમિયાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time

વેદ માતા ગાયત્રીની જન્મ જયંતિ અને ગંગા દશેરા નિમિત્તે આજે સંકટમોચન હનુમાન મંદિર ખાતે સવારે 10 થી 12 દરમિયાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.


વેદ માતા ગાયત્રીની જન્મ જયંતિ અને ગંગા દશેરા નિમિત્તે આજે પંચમુખી ગાયત્રી માતા મંદિર રામવાડી શ્રી સંકટમોચન હનુમાન મંદિર ખાતે સવારે 10 થી 12 દરમિયાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

સનાતન ધર્મમાં લોકો માટે ગાયત્રી મંત્રનું વિશેષ મહત્વ છે. આ દિવસે ખાસ કરીને વેદોની દેવી માતા ગાયત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે. વૈદિક પંચાંગ અનુસાર, દર વર્ષે જેઠ માસની શુક્લ પક્ષની એકાદશીની તિથિના દિવસે ગાયત્રી જયંતિનો પર્વ ઉજવવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્ઞાનની દેવી માતા ગાયત્રીની ઉપાસના કરવાથી વ્યક્તિની બુદ્ધિનો વિકાસ થાય છે. એટલા માટે દિવસે ખાસ કરીને વિદ્યાર્થીઓએ પૂજા કરવી જોઈએ. એનાથી જીવનમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે.

એસોસીએશનના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પ્રસંગે શક્તિપીઠ સેવાશ્રમ ટ્રસ્ટ અને ધ ઓપ્ટીકલના સહયોગથી કોમ્પ્યુટરાઈઝડ મશીન દ્વારા ચશ્માના નંબર ચેક કરવામાં આવ્યા હતા અને માત્ર રૂ.40માં ચશ્મા આપવામાં આવ્યા હતા.

REPORT BY

SAURANG THAKKAR


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.