મહીસાગર બ્રેકિંગ…… - At This Time

મહીસાગર બ્રેકિંગ……


તા 30/09/2024 ના રોજ બનેલી ઘટના કડાણા તાલુકામાં આવેલ નવી ગોધર સંતરામપુર પીઠ હાઇવે પર કાલે સાંજે રસ્તા ની બાજુ માં ત્રણ મિત્રો ચાલતા જતા હતા ત્યારે અચાનક રાજસ્થાન બોર્ડર બાજુ થી આવતી એક ફોર વ્હીલર વ્હાઈટ સ્વિપ્ટ ગાડી તેમને ટક્કર મારી ત્યારે એક યુવાન મૃત્યુ પામ્યો હતો અને તે ગાડી આખી રોડ ની એક બાજુ ની સાઇડ આવીને ઠોકી અને તરત જ રફૂચક થઈ ગયો હતો ત્યારે સ્થાનિક પોલીસ નાં હાથ માં વાત જતા ત્યાં નાં પોલીસ અધિકારીઓ દ્વારા આજે તે જગ્યા ની તપાસ હાથ ધરવામાં આવી.શું વાહન ચાલક રાજસ્થાન બોર્ડર થી આવતી તો તે પીધેલી હાલત માં હશે કે તેનો કોઈ પૂર્વ પ્રયાસ હશે શું કહેશો.
તે સ્થાનને થી ફોર વ્હીલ ગાડીનાતૂટેલા ટુકડા જેવા કે પતરા જેવું વસ્તુઓ મળી અને ત્યાં ની હાલત જોઈને કહી શકાય કે ગાડી આખી રસ્તા ની બહાર નીકળી ગઈ હતી.
આવા હાલતો ને જોઇને બોર્ડર ચોકી પર હરેક વાહન નું ચેકીંગ અને રાજસ્થાન થી આવતા વાહન ચાલકો નું પાઇપ ટેસ્ટિંગ કરવું જોઈએ.

એસ બી ડામોર
(કડાણા)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.