રાજકોટ: આજી સુપર માર્ટ સહિત 11 વેપારીઓને નોટિસ: દૂધના નમૂના લેવાયાં

રાજકોટ: આજી સુપર માર્ટ સહિત 11 વેપારીઓને નોટિસ: દૂધના નમૂના લેવાયાં


કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાહન સાથે શહેરના માંડા ડુંગર અને આજી ડેમ ચોકડી વિસ્તારમાં ખાણીપીણીના 15 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 11 વેપારીઓને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. બે સ્થળેથી દૂધના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આજે ચેકીંગ દરમિયાન આજી સુપર માર્ટ, અરમાન જનરલ સ્ટોર, અરિહંત જનરલ સ્ટોર, કેક એન્ડ જોય, ર્માં ચામુંડા ફરસાણ, શિવ પ્રોવિઝન સ્ટોર, રાધે ક્રિષ્ના ડેરી, રાધે-ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર, ધાર્મી મેડિકલ, યશસ્વી પ્રોવિઝન સ્ટોર, શિવ ડેરી અને પ્રોવિઝન સ્ટોર્સને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાં 150 ફૂટ રીંગ રોડ પર ઓમ નગરમાં અમૃત ધારા ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ અને બિગ બજાર પાસે ચંદ્રપાર્કમાં આવેલા સમૃદ્વ ડેરી ફાર્મ એન્ડ આઇસ્ક્રીમમાંથી મિક્સ દૂધનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »