શહેરના ગરીબ પરિવારોની 8000 થી વધુ કિશોરીઓનું લોહીમાં હિમોગ્લોબીન ની તપાસ અને જરૂરી સારવાર થશે
શહેરના ગરીબ પરિવારોની 8000 થી વધુ કિશોરીઓનું લોહીમાં હિમોગ્લોબીન ની તપાસ અને જરૂરી સારવાર થશે
ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુવિહાર તથા સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ના સહકારથી શહેરની 8000 થી વધુ કિશોરીઓ ના લોહીમાં હિમોગ્લોબીન ની તપાસ યોજાશે ભાવનગર મહાનગરપાલિકાના icds વિભાગ સંચાલિત 316 આંગણવાડી અંતર્ગત આવતા કેન્દ્રો દ્વારા આવરી લેવાય કિશોરીઓ માટે હિમોગ્લોબિન ચેકઅપ નો કાર્યક્રમ તારીખ 7 એપ્રિલથી વિવિધ કેન્દ્રોમાં શરૂ થશે. સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજના નિષ્ણાત ડોક્ટરો ના સહકારથી અઠવાડિયામાં ત્રણ દિવસ યોજાતા કાર્યક્રમો થકી તમામ કિશોરીઓનું ના લોહીમાં હિમોગ્લોબીન તપાસીને જરૂરિયાત મંદ બહેનોને પ્રથમ પંદર દિવસ અને ત્યારબાદ ફરી કાઉન્સિલિંગ કરીને ટ્રીટમેન્ટ આપવામાં આવશે..
હેલ્થ ડિપાર્ટમેન્ટ માધ્યમથી શહેરના 29,000 થી વધુ બાળકોને મન્સ મિસલ્સ અને રુબેલા વેક્સિન આપનાર શિશુવિહાર સંસ્થા તેમજ શહેરના આરોગ્યની કાળજી લેતી સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક કોલેજ દ્વારા યોજવામાં આવેલ પ્રવૃત્તિ થતી કિશોરીઓના સ્વાસ્થ્યમાં નોંધનીય ફેરફાર થશે જે આશાસ્પદ બને છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
