લબડતા લાભાર્થી માટે જનપ્રતિનિધિ જાગૃત બંને ભાજપ શાસિત નગરપાલિકા ના ત્રણ વર્ષ પૂર્ણ પ્રધાનમંત્રી આવાસ યોજના ની એકપણ દરખાસ્ત મંજુર નહિ - At This Time

લબડતા લાભાર્થી માટે જનપ્રતિનિધિ જાગૃત બંને ભાજપ શાસિત નગરપાલિકા ના ત્રણ વર્ષ પૂર્ણ પ્રધાનમંત્રી આવાસ યોજના ની એકપણ દરખાસ્ત મંજુર નહિ


લબડતા લાભાર્થી માટે જનપ્રતિનિધિ જાગૃત બંને

ભાજપ શાસિત નગરપાલિકા ના ત્રણ વર્ષ પૂર્ણ પ્રધાનમંત્રી આવાસ યોજના ની એકપણ દરખાસ્ત મંજુર નહિ

દામનગર નગરપાલિકા માં ત્રણ વર્ષ થી ભાજપ નું શાસન ચાલે છે એક બાજુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેવાડા ના માનવી સુધી સરકારી યોજના નો લાભ પહોંચાડવા પ્રચાર પ્રચાર કરી રહી છે ત્યારે દામનગર પાલિકા માં ઉલટી ગંગા વહી રહી છે મોટા ભાગે પેવર બ્લોક અને સરકારી કામો ના ટેન્ડર કોન્ટ્રક માં રચ્યા પચ્યા શાસકો ને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ની યોજના ઓ જરૂરિયાત મંદ લાભાર્થી ઓ સુધી પહોંચાડવા ની કોઈ દરકાર નથી લેવાતી NCP ના શાસન માં ૩૦૦ જેટલા પ્રધાનમંત્રી આવાસ મંજુર થયા ભાજપ ના શાસન માં એકપણ નહિ થતા ૧૫૦ થી વધુ લાભાર્થી ત્રણ વર્ષ થી લબડી રહ્યા છે મોટા ભાગ ની યોજના ઓમાં BPL માપદંડ ફરજિયાત હોય છે પણ વર્ષ ૨૦૦૫ થી BPL ૬૫૦ લાભાર્થી ઓની ઇનવોર્ડ ટપાલ દફતરે માંગણી હોવા છતાં સર્વે નહિ કરતા વૃદ્ધ પેનશન કુટિર જ્યોત વીજ કનેક્શન કે અન્ન સુરક્ષા સંકટ મોચન સહિત હજારો યોજના ઓ હોવા છતાં સરકારી યોજના ના લાભ થી વંચિત રહેવા પામેલ છે ખોટા તાયફ અને ખોટા ખર્ચ ઉજવણી કરી ઝાકમઝોળ કરતા પાલિકા શાસકો શહેરી ગરીબ પ્રત્યે વિચારે તે જરૂરી છે ૨૦ વર્ષ થી કોઈ જરૂરિયાત મંદ ગરીબ પરિવાર ને મફત પ્લોટ નથી મળ્યા અને પાલિકા સદસ્યો એ ગેરકાયદેસર વસાહતો ઉભી કરી દીધી છે પાલિકા ના શાસકો એ શહેરી ગરીબ પરિવારો પ્રત્યે ધ્યાન આપે તેવી માંગ ઉઠવા પામી છે ૧૫૦ ગરીબ લાભાર્થી ઓ પ્રધાન મંત્રી આવાસ ની માંગણી દરખાસ્તો પેન્ડિગ પડી છે પાલિકા ના ઈજનેર બિન જરૂરી કવેરી કાઢી ત્રણ વર્ષ થી ઠેબે ચડાવી રહ્યા છે વારંવાર એકના એક આધાર પુરાવા નામ ફેરવી ફેરવી ને માંગી રહ્યા છે ચણીયો અને ધાધરી બંને એકજ છે ત્યારે પાલિકા ના ચૂંટાયેલ જનપ્રતિનિધિ ઓ એ સજાગ જાગૃત બની ધ્યાન આપે તે જરૂરી છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image