ગારીયાધાર એમ ડી પટેલ હાઇસ્કૂલ ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાઈ - At This Time

ગારીયાધાર એમ ડી પટેલ હાઇસ્કૂલ ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાઈ


ગારીયાધાર એમ ડી પટેલ હાઇસ્કૂલ ખાતે 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણી કરાઈ
 

સમગ્ર વિશ્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે તથા સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી દર વર્ષે ૧૦ મી ઓગસ્ટના રોજ 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણી  કરવામાં આવે છે.

સિંહ એ ગરવી ગુજરાતની ઓળખ છે. સિંહ એ ગુજરાતની ખુમારીનું પ્રતીક છે.

ગીરનો સાવજ માત્ર ગુજરાતની જ નહિ, પણ સમગ્ર ભારતની શાન છે.

આજે વિશ્વ સિંહ દિવસ નિમીતે ગારીયાધાર એમ ડી હાઇસ્કૂલ ખાતે 'વિશ્વ સિંહ દિવસની' ઉજવણી કરવામાં આવી હતી.

  'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણીમાં સ્કુલના વિદ્યાર્થીઓએ સિંહના મોહરા પહેરી સિંહ બનીને અનોખી રીતે આ દિવસની ઉજવણી કરી હતી.

આજના વિશ્વ સિંહ દિવસ ઉજવણીમાં મામલતદાર ગારીયાધાર. રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગારીયાધાર ફોરેસ્ટ સ્ટાફ તેમજ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી માર્ગદર્શિત કર્યાં હતાં

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.