પ્રતિષ્ઠા મહોત્સવ : મહુવામાં નૂતન સ્વામી. મંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ - At This Time

પ્રતિષ્ઠા મહોત્સવ : મહુવામાં નૂતન સ્વામી. મંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ


પ્રતિષ્ઠા મહોત્સવ : મહુવામાં નૂતન સ્વામી. મંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

શહેરમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આવતી કાલે નિકળશે પોથીયાત્રા

મહુવા શહેરને આંગણે પૂ. સ.ગુ. સ્વામી નિત્યસ્વરૂપદાસજીના પ્રેરણાત્મક માર્ગદર્શન પ્રમાણે કલાત્મક નકશીકામ યુક્ત તૈયાર થયેલ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાના નૂતન શિખરબધ્ધ સ્વામિનારાયણ મુખ્ય મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે તા. 8/1 થી તા. 16/1 સુધી સંતો-હરિભક્તોની ઉપસ્થિતિમાં નેશનલ હાઇવે, મહુવા બાયપાસ રોડ ખાતે ભવ્યતાથી ધામધૂમપૂર્વક ઉજવાશે.

મહોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સ.ગુ. શતાનંદ સ્વામી

દ્વારા રચિત સમ્રાટ મહાન ગ્રંથરાજ શ્રીમદ્ સત્સંગિજીવન કથા

પારાયણનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તાપદે

સરધારધામ-મહુવાધામ સંસ્થાના પ્રણેતા પૂ. સ.ગુ. સ્વામી

નિત્યસ્વરૂપદાસજી બિરાજી કથામૃતનું રસપાન કરાવશે. મૂર્તિપ્રતિષ્ઠા

મહોત્સવ અંતર્ગત પોથીયાત્રા આવતી કાલે તા.8/1ને બુધવારે સવારે

8.30 કલાકે હાથી, ઘોડા તેમજ મહુવામાં સૌ પ્રથમવાર વિવિધ

કલાત્મક રથોની સાથે ભગવાન સ્વામિનારાયણ મહોત્સવના પ્રેરક

પૂ.સ. સ્વામી શ્રી નિત્યસ્વરુપદાસજી, સંપ્રદાયના અનેક વરિષ્ઠ

સદ્દગુરૂ-સંતો, ભક્તોની સાથે ભવ્યાતિ ભવ્ય નુતન સ્વામિનારાયણ

મંદિરના પટાંગણથી મહોત્સવ સ્થળે જશે.પોથીયાત્રામાં 15 થી

20 હજાર હરિભક્તો જોડાશે. 9.30 કલાકે મહોત્સવનું ઉદ્દઘાટન

થશે. તેમજ સ્વાગત નૃત્ય, કથા પ્રારંભ, ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ,

મહુવા આગમન મહોત્સવ, અન્નકુટોત્સવ, ફુલદોલોત્સવ, રાસોત્સવ,

નગરયાત્રા, મૂર્તિ પ્રતિષ્ઠા શુભ મુહૂર્તમાં, મહોત્સવ પૂર્ણાહૂતિ

બપોરે 12 કલાકે, યજ્ઞ પુર્ણાહૂતિ વગેરે કાર્યક્રમો યોજાશે.મહોત્સવ

દરમિયાન વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના

વરદ્ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થશે. તેમજ અનેક સંતો-મહંતો, રાજદ્વારી

મહાનુભાવો ઉપસ્થિત રહેશે. દરરોજ આવના હરિભક્તો માટે ત્રણ

ટાઇમ ભોજનની વ્યવસ્થા, 225 કુંડી શ્રીહરિ મહાયજ્ઞ-યજમાનો

અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞમાં આહુતિ અપાશે. મહોત્સવ સાથે

આનંદમેળો, વિવિધ રક્તદાન-સર્વરોગ નિદાન કેમ્પોનું આયોજન,

વ્યસનમુક્તિ અભિયાન તેમજ દરરોજ રાત્રે આફ્રિકન ધમાલ નૃત્ય,

હાસ્ય ભજન સંધ્યા, ઇન્ડિયા ગોટ ટેલેન્ટ શો પર્ફોર્મન્સ, રાજસ્થાની

મટકા લોક નૃત્ય, મહા રાસોત્સવ, મેજિક શો વગેરે વિવિધ સાંસ્કૃતિક

કાર્યક્રમો યોજાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.