જસદણ અદાલત દ્વારા ચેક રિટર્ન કેસમાં ફટકારેલ એક વર્ષની સજા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2a12bi65xobwkfwu/" left="-10"]

જસદણ અદાલત દ્વારા ચેક રિટર્ન કેસમાં ફટકારેલ એક વર્ષની સજા


આ કેસની હકીકત ફરિયાદી અજયભાઈ હુદ્દડ પાસેથી અમરેલી જિલ્લાના હિતેશભાઈ પરમારે મિત્રતાની દ્રષ્ટિએ અને છ મહિનાની બોલીએ રૂપિયા પાંચ લાખ રૂપિયા હાથ ઉછીના પેટે લીધેલ અને તેના બદલામાં આરોપીએ ફરિયાદીને પ્રોમિસરી નોટ કરી આપેલ અને ચેક આપેલ અને ફરિયાદી દ્વારા મુદત પૂરી થતાં આરોપી પાસે લેણી રકમની માંગણી કરતા ફરિયાદીને રકમ આપેલ નહીં અને ફરિયાદીને આરોપીએ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નો ચેક આપેલ તે ચેક ફરિયાદીએ જસદણની એચ.ડી.એફ.સી. બેન્ક માં જમા કરાવે અને ફંડ ઈનસફીશીયન્ટ બેલેન્સના શેરા સાથે ચેક પરત ફરેલ અને ત્યારબાદ ફરિયાદી દ્વારા લીગલ નોટિસ મોકલેલ અને તેનો જવાબ પણ આપેલ નહીં, ત્યારબાદ જસદણની નામદાર કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ - ૧૩૮ - મુજબ ફરિયાદીએ કેસ દાખલ કરેલ અને કોર્ટમાં કેસ ચાલી જતા બંને પક્ષકારોની દલીલો અને આધાર પુરાવાને ધ્યાને લઈ જસદણની એડી.ચીફ જ્યુડિશિયલ કોર્ટ દ્વારા આરોપીએ ફરિયાદીને પાંચ લાખ ચૂકવવાનો હુકમ અને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ અને જો વળતરની રકમ આરોપી ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ. આમ જ્યારે આ સમયમાં આવા પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે ફટકારવામાં આવેલ સજા આરોપીઓની સામે શિક્ષા રૂપ ચુકાદો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]