મેંદરડા ખાતે અંતિમ ધામ નવીની કરણ અને દેવી-દેવતા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો નગરની સોનાપુરી સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમ યોજાયો
મેંદરડા: ખાતે અંતિમ ધામ નવીની કરણ અને દેવી-દેવતા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
મેંદરડા નગરની સોનાપુરી સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમ યોજાયો
મેંદરડા નગરનુ અંતિમધામ વર્ષો જૂનું અને ખખડધજ હાલતમાં ફેરવાયું હતું જેનું નવીનીકરણ કરવું ફરજિયાત થયેલ હતું ત્યારે સરકારશ્રી દ્વારા અને રાજકીય રીતે પણ કોઈ પણ નેતાઓ આગળ આવ્યા ન હતા ત્યારે એક બેઠક યોજાઇ હતી જેમાં સોનાપુરી સમિતિ બનાવવામાં આવેલ હતી
આ સોનાપુરી સમિતિ દ્વારા વિવિધ સમાજના લોકો સાથે બેઠક યોજી અને સોનાપુરી નવીનીકરણ કરવા માટે આયોજન કરવામાં આવેલ હતું અને હિન્દુ સમાજના દરેક લોકોના સાથ સહકાર અને દાનની સરવણી વહેતી થયેલ હતી જેના દ્વારા અંતિમધામ નવીની કરણ શક્ય બન્યું હતું
આજે મેંદરડા પટેલ સમાજ ખાતેથી ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હિન્દુ સમાજના કુલ ૧૮ દેવી-દેવતાઓની મૂર્તિઓ વાસતે ગાજતે ડીજેના તાલે નગરના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા ફરી વળેલ અને અઢારે વરણના હિન્દુ સમાજના ભાઈઓ બહેનો બાળકો સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ શુભ અવસરે નગરના લોકો દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી અને વિવિધ વિસ્તારની મહિલા મંડળ દ્વારા રાસ ગરબા ની રમઝટ બોલાવાઈ હતી અને શોભાયાત્રા રુટ પર સરબત ચા વગેરે સહિતની વિવિધ સેવા કરવામાં આવેલ હતી
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.