સોમનાથ મરીન પોલીસ સ્ટેશન દ્વારા ફીશરમેન અવરનેશ “ કાર્યક્રમ યોજવામાં આવ્યો 💫*
*💫“ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન દ્વારા ફીશરમેન અવરનેશ “ કાર્યક્રમ યોજવામાં આવ્યો 💫*
*💫મ્હે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, નિલેશ જાજડીયા સાહેબ* જુનાગઢ રેન્જ જુનાગઢ તથા *મ્હે.પોલીસ અધિક્ષકશ્રી, મનોહરસિંહ એન. જાડેજા સાહેબ* ગીરસોમનાથ નાઓની સુચના તેમજ *નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વી.આર.ખેંગાર સાહેબ* વેરાવળ વિભાગ વેરાવળ નાઓના માર્ગદર્શન હેઠળ ફીશરમેન અવરનેશ કાર્યક્રમનુ આયોજન કરવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને
આજરોજ તારીખ ૨૯/૧૧/૨૦૨૩ ના રોજ વેરાવળ બંદર રોડ ખારવા સમાજની વંડી ખાતે ખાતે સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી, એચ.આર.ગોસ્વામી તથા પો.સ.ઇ.શ્રી આર.એચ.મારૂ તથા કે.પી.જાદવ એસ.ઓ.જી.શાખા ગીર સોમનાથ તથા પાર્થ માકડીયા જી.એમ.બી. વેરાવળ તથા દિપક કુમાર ઉતમ અધિકારી કોસ્ટ ગાર્ડ વેરાવળ તથા એસ.એન.સીયાણી તથા વી.બી. પંડયા ફીશીરીઝ વિભાગ વેરાવળ તથા દીપસિંહ ડાભી સ્ટેટ આઇ.બી. વેરાવળ તેમજ સોમનાથ મરીન પો.સ્ટે. સ્ટાફ સાથે ફિશરમેન અવેરનેશ કાર્યક્રમ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન તરફથી યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં ફીશરમેન વોચ ગૃપના ૫૦ જેટલા સભ્યો/માછીમાર ભાઇઓ હાજર રહેલ હતા જે તમામ સભ્યોને દરિયા કાંઠા વિસ્તારોમાં સંભવી શકે એવી આતંકી પ્રવૃતિ, માદક પદાર્થો/શસ્ત્રોની હેરાફેરી, અજાણ્યા ઇસમોની શંકાસ્પદ હિલચાલ બાબતે તેમજ શંકાશીલ જણાતી કોઇપણ પ્રવૃતી બાબતે માહિતી મેળવવાનો પ્રયાસ કરેલ તથા ફીસીંગ કરતી વખતે આઇ.એમ.બી.એલ. ઓળંગવુ નહી તથા પુરતા ડોકયુમેન્ટ સાથે લઇને જવા તેમજ ઓન લાઇન ટોકન લઇનેજ ફીસીંગમાં જવુ તથા ફીસીંગ દરમ્યાન કાંઇ ઇમરજન્શી જણાયે ટોલફી નં.૧૫૫૪ તથા ૧૦૯૩ નંબરનો ઉપયોગ કરવો તેમજ ઉપસ્થિત સભ્યોને દરીયામાં તેમજ દરીયા કાંઠા વિસ્તારમાં કોઇપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજ કરવામાં આવેલ હતી.💫
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.