વાહન ચાલકો ની સલામતી માટે બાંધવામાં આવ્યુ " રક્ષા કવચ " - At This Time

વાહન ચાલકો ની સલામતી માટે બાંધવામાં આવ્યુ ” રક્ષા કવચ “


વાહન ચાલકો ની સલામતી માટે બાંધવામાં આવ્યુ
" રક્ષા કવચ "
સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનીરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ ત્થા પોલીસ અધીક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા લોકો વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરે તેમજ ટ્રાફિક ના નિયમો નુ પોતે જ સ્વયં પાલન કરે તે માટે એક નવતર પ્રયોગ કરી રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.
જેમાં હેલ્મેટ વગર નીકળતા વાહન ચાલકો ને રક્ષાકવચ ટ્રાફિક ના સ્ટાફ દ્વારા બાંધી હેલ્મેટ પહેરવા સમજ કરી.માનવ જિંદગી કેટલી મૂલ્યવાન છે.તમારો પરિવાર ઘરે તમારી રાહ જોતો હોય છે.તેમ સમજ કરવામાં આવેલ તેમજ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલ.

રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image