શિક્ષણમાં ઉઘરણાના તાયફા બંધ કરો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગરની માંગ - At This Time

શિક્ષણમાં ઉઘરણાના તાયફા બંધ કરો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગરની માંગ


તા.15/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા રાજ્યભરમાં થતા શિક્ષકો પાસેથી ઉઘરાણાનું સખત વિરોધ કર્યો છે. સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા તારીખ 10 ના રોજ સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન માટે સમગ્ર ગુજરાતમાંથી પ્રાથમિક શાળાઓના શિક્ષકો પાસેથી શિક્ષક દીઠ 1, 000 રૂપિયા અને શિક્ષણ સહાયક પાસેથી 500 આમ રાજ્યભરના બે લાખથી વધારે શિક્ષકો પાસેથી આવું ઉઘરાણું કોઈ સંગઠન માટે સરકાર દ્વારા ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે રાજ્યભરમાં અનેક સંગઠનો કામ કરી રહ્યા છે ત્યારે કોઈ એક સંગઠનને મહત્વ આપી કરોડો રૂપિયા શિક્ષકો પાસેથી ઉઘરાવી અને કાર્યક્રમો કરવા માટે સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેનાથી રાજ્યભરના શિક્ષકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો છે પ્રાથમિક શાળાના શિક્ષકોના પ્રશ્નો ઠેરના ઠેર છે ત્યારે આવા ઉઘરાણાથી શિક્ષકો અત્યંત નારાજ બન્યા છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા આ પત્રનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સુરેન્દ્રનગર જિલ્લાના હોદ્દેદારો ભરતસિંહ ચાવડા દશરથસિંહ અસવાર અને રણછોડભાઈ કટારીયા એ જિલ્લાના શિક્ષકોને આહવાહન કર્યું છે કે શિક્ષકો પોતાના પગારમાંથી આવા કોઈ ઉઘરાણા આપશે નહીં ભરતસિંહ ચાવડા દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો છે કે કોઈ ફાળો આપવાનો થતો નથી અને તેમાં હા કે ના નો પ્રશ્ન જ નથી. શિક્ષકો પાસેથી થતા નાહકના ઉઘરાણા બાબતે સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે ત્યારે આવા પરિપત્રો કરનાર અને કરાવનાર આગામી સમયમાં ઉગ્ર રોશનો ભોગ બનશે એ નક્કી છે જિલ્લામાં આ બાબતે કોઈ દબાણ કરવામાં આવશે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતાં ખચકાશે નહીં તેવું ભરતસિંહ ચાવડા ઉપાધ્યક્ષ ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધે જણાવેલ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon