માળીયા હાટીના તાલુકાના જુના ગળોદર ખાતે સ્વ. લખુભાઈ જીવાભાઈ સિંધવ નાં સ્મરણાર્થે તહેવાર નિમિતે રાહત ભાવે જનતા તાવડો શરૂ કરવામાં આવ્યો
માળીયા હાટીના તાલુકાના જુના ગળોદર શિવમ વિધાલય ખાતે સ્વ. લખુભાઈ જીવાભાઈ સિંધવ નાં સ્મરણાર્થે જુના ગળોદર ગામ ની જાહેર જનતા ને સાતમ આઠમ તહેવાર નિમિતે ખાસ આમ આદમી પાર્ટીના ના આગેવાન અને તાલુકા પંચાયત સદસ્ય પિયુષ પરમાર અને દિપક સિંધવ દ્વારા સાતમ આઠમ તહેવાર નિમિતે નાના માણસો માટે રાહત ભાવે ફરસાણ અને મીઠાઈ મળી રહે તેમાટે અવિરત 8 વર્ષ થી જે સેવા આપી રહ્યા છે તેવી રીતે આ વર્ષે પણ જનતા તાવડા નું આયોજન કરેલ છે.જેમાં બજાર ભાવ થી 50% ભાવે ફરસાણ, મીઠાઈ અને ચવાણું આપવામાં આવ્યું હતું
આ જનતા તાવડામાં મોટી સંખ્યા ગ્રામજનોએ લાભ લીધો હતો ગ્રામજનો દ્વારા પિયુષ પરમાર અને દિપક સિંધવને સારા એવા આશીર્વાદ પણ આપ્યા હતા
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.