ભાસ્કર ખાસ:રોબોટની મદદથી 20 વર્ષ જૂની બીમારીથી રાહત અપાવી, રુમેટૉઈડ આર્થરાઈટિસથી પીડિત મહિલાની સફળ સર્જરી
તબીબી ક્ષેત્રે વિકસાવવામાં આવી રહેલી નવી ટેક્નોલોજીએ ઘણા લોકોના જીવનને સુધારવામાં મદદ કરી છે. દિલ્હીની એક ખાનગી હોસ્પિટલના તબીબોએ રોબોટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 54 વર્ષીય મહિલાના 20 વર્ષ રૂમેટોઈડ આર્થરાઈટિસ(જૂના સંધિવા)ની બીમારીને ઠીક કરવામાં સફળતા મેળવી છે. આ સ્પેશિયલ ઑપરેશનથી ન માત્ર બીમારી જ ઠીક થઈ પરંતુ તેઓ એક સામાન્ય જીવનમાં પણ પાછા ફર્યા છે. નોઈડાની રહેવાસી આ મહિલા છેલ્લા બે દાયકાથી ઘૂંટણના દુખાવાથી પીડાઈ રહી હતી. મહિલાને રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની સલાહ આપી
મહિલાએ ખાનગી હોસ્પિટલના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉ.(પ્રો) રાજુ વૈશ્યની સલાહ લીધી. પરીક્ષણ બાદ ઓર્થોપેડિક સર્જન ડૉ. વૈશ્યે મહિલાને રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે સલાહ આપી. આ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી મહિલા દર્દી માટે જીવન બદલી નાખનારી સાબિત થઈ. ડો. વૈશ્ય અને તેમની ટીમે જુલાઈ 2023માં મહિલાના જમણા હિપ પર પ્રથમ ઓપરેશન કર્યું હતું. આ પછી ઓક્ટોબર 2023માં ડાબા ઘૂંટણની સફળ સર્જરી પણ કરવામાં આવી હતી. એક વર્ષના અંતરાલમાં ઓક્ટોબર 2024માં જમણા ઘૂંટણની બદલી કરવામાં આવી હતી. દરેક સર્જરીમાં મળેલી સફળતાએ દર્દીને સામાન્ય જીવનમાં પાછા આવવાની આશા આપી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.