વિશ્વ કિડની દિવસ નિમિત્તે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા રેલી,વક્તવ્ય, અને ચિત્ર સ્પર્ધા સહિત ના કાર્યક્રમો યોજાયા - At This Time

વિશ્વ કિડની દિવસ નિમિત્તે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા રેલી,વક્તવ્ય, અને ચિત્ર સ્પર્ધા સહિત ના કાર્યક્રમો યોજાયા


વિશ્વ કિડની દિવસ નિમિત્તે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા રેલી,વક્તવ્ય, અને ચિત્ર સ્પર્ધા સહિત ના કાર્યક્રમો યોજાયા

ભાવનગર ખાતે વિશ્વ કિડની દિવસ નિમિત્તે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા લોકજાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે વિવિધ જનજાગૃતિ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા મુખ્યત્વે કિડની રોગોના વધતા જતાં પ્રમાણને અટકાવવા માટે કિડની જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન દ્વારા લોકોમાં કિડની આરોગ્ય અંગે જાગૃતિ લાવવા અને કિડનીના દર્દીઓની સહાય માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે ઓપન ભાવનગર ચિત્ર સ્પર્ધાનો સમાવેશ છે. આ સ્પર્ધામાં ભાવનગર શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને કિડની આરોગ્ય અને કિડની રોગ નિવારણ અંગેના સંદેશાઓને પોતાના ચિત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતા
આ ઉપરાંત, કિડની જન જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેજસ્વી સ્કૂલ ખાતે કિડની જાગૃતિ રેલી યોજાઈ હતી આ રેલીમાં વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો જોડાયા હતા અને કિડની રોગ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો સાથે સાથે, પોસ્ટર પ્રદર્શન દ્વારા કિડની સંરક્ષણ અને આરોગ્ય અંગેની માહિતી લોકોસુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તથા અલંગ ખાતે રેડક્રોસ સોસાયટી ના સહયોગથી વિશ્વ કિડની દિવસ નિમિત્તે જન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી આ રેલી માં અલંગ માં કામ કરતા કામદાર લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને લોકોને કિડની જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શ્રી સુમિતભાઈ ઠક્કર તથા શ્રી મહેશભાઈ ચુડાસમા અને શ્રી રોહિતભાઈ ભંડેરી જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમ માં રિનલ ફાઉન્ડેશન ના રોહિત ભંડેરી દ્વારા ભાવનગર આયુર્વેદ કોલેજ ના વિધાર્થીઓ માટે આ ઉપરાંત વક્તવ્ય દ્વારા પણ જનજાગૃતિ વક્તવ્ય નું આયોજન કરવા માં આવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image